તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલ:30 વર્ષ પહેલા સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા નીકળી હતી, જૂની યાદો તાજી કરતી તસવીરો

ગોંડલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમનાથથી અયોધ્યા સુધી નીકળેલી રથયાત્રાનું ગોંડલમાં સ્વાગત કરાયું હતું - Divya Bhaskar
સોમનાથથી અયોધ્યા સુધી નીકળેલી રથયાત્રાનું ગોંડલમાં સ્વાગત કરાયું હતું
  • ગોંડલમાં 30 વર્ષ પહેલા લાલકૃષ્ણ અડવાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું

ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણીએ તા.25/09/90 ના દિવસે સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. આજે રામ જન્મભૂમિ અયોધ્યામાં મંદિર નિર્માણ માટે ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે અડવાણીએ યોજેલી રામમંદિરના નિર્માણ માટેની રથયાત્રાના ભૂતકાળની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે ગોંડલમાં સોમનાથથી અયોધ્યા જતી રથયાત્રાનું આગમન થયું હતું તે સમયની તસવીરો જૂની યાદોને તાજી કરી રહી છે.

લાલકૃષ્ણ અડવાણી ગોંડલમાં ગાંધીજીની પ્રતિમા પાસે મીણબત્તી કરી હતી
લાલકૃષ્ણ અડવાણી ગોંડલમાં ગાંધીજીની પ્રતિમા પાસે મીણબત્તી કરી હતી

અડવાણીનું ગોંડલમાં સ્વાગત કરાયું હતું
લાલકૃષ્ણ અડવાણીનું ગોંડલમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. તે સમયે ભાજપના પાયાના પથ્થર ગણાતા સ્વ.ગોવિંદભાઈ દેસાઈ, રાજકોટના ચીમનભાઈ શુક્લ તેમજ એ સમયના ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના હોદેદારો કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગોંડલમાં અડવાણીની સભાનું પણ આયોજન થયું હોવાના અહેવાલો સામે આવ્યા હતા.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગોંડલમાં કાર્યક્રમ યોજાયો હતો
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગોંડલમાં કાર્યક્રમ યોજાયો હતો
ભાજપના પાયાના પથ્થર ગણાતા સ્વ.ગોવિંદભાઈ દેસાઈ, રાજકોટના ચીમનભાઈ શુક્લ
ભાજપના પાયાના પથ્થર ગણાતા સ્વ.ગોવિંદભાઈ દેસાઈ, રાજકોટના ચીમનભાઈ શુક્લ

ગોંડલના દેરડીકુંભાજી ગામના કાર સેવકની તસવીરો પણ વાઈરલ થઈ
બીજી તરફ દેશભરમાં જયશ્રી રામના નારાઓ ગુંજી ઉઠ્યા હતા. આ સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં પણ યુવકોમાં મંદિરની કારસેવામાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો. ત્યારે એ સમયે ગોંડલના દેરડી (કુંભાજી) ગામે કાર સેવામાં જતાં યુવકોની તસવીરો પણ આજે મંદિર નિર્માણના ભૂમિપૂજનને લઈને સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે.

ગોંડલમાં રથયાત્રાનું સ્વાગત કરાયું હતું
ગોંડલમાં રથયાત્રાનું સ્વાગત કરાયું હતું

(હિમાંશુ પુરોહિત, ગોંડલ)