ક્રાઇમ:બોયફ્રેન્ડે તરછોડી દેતા યુવતીએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકાન ખાલી કરવા ઘરધણી હેરાન કરતા હોય વૃદ્ધાએ ફિનાઇલ પીધું

શહેરના યુનીવર્સિટી રોડ પર રહેતી યુવતીએ મંગળવારે વહેલી સવારે ફિનાઇલ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ છે. સારવારમાં રહેલી યુવતીની પોલીસે પૂછપરછ કરતા તે મૂળ જામનગર પંથકની છે. રાજકોટમાં તે ગર્લ્સ પીજી ચલાવે છે. તેને તેના વતનમાં રહેતા યુવાન સાથે મિત્રતા હતી. દરમિયાન સહેલીનો ભાઇ સંપર્કમાં આવતા પરિચય થયો હતો. જે બાદ સહેલીના ભાઇએ પોતે લગ્ન કરવા માગતો હોવાની વાત કરતા પહેલા મિત્રને છોડી સહેલીના ભાઇ સાથે મિત્રતા બાંધી હતી.

બાદમાં 1 વર્ષ પહેલા બંને રાજકોટ આવી યુનિવર્સિટી રોડ પર ગર્લ્સની પીજી ચાલુ કરી હતી. સહેલીના ભાઇનો તમામ ખર્ચ પોતે કરતી હતી. દરમિયાન તેને લગ્નની વાત કરતા તેને બીજી છોકરી સાથે સગાઇની વાત કરતા માઠું લાગ્યું હતું. આ બાબતે પહેલા મિત્રને વાત કરતા તેને પણ ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ સહેલીનો ભાઇ તરછોડી જતો રહેતા પગલું ભર્યાનું યુવતીએ જણાવ્યું છે.

બીજા બનાવમાં સદર બજાર પાસે રહેતા રમાબેન સંચાણિયા નામના વૃદ્ધાએ ગઇકાલે ફિનાઇલ પી લેતા હોસ્પિટલ ખસેડાયા હતા. રમાબેનના પતિ ભીખુભાઇએ પોલીસને જણાવ્યું કે, અમે સિતેર વર્ષથી અહીંના મકાનમાં ભાડે રહીએ છીએ. પરંતુ 40 વર્ષ પહેલા સાલેહભાઇ નામની વ્યક્તિએ મકાન ખરીદ્યું હોય તેઓ મકાન ખાલી કરાવવા સતત હેરાન કરતા હોવાથી પત્ની રમાએ પગલું ભર્યું છે.

અન્ય સમાચારો પણ છે...