રજૂઆત:ફાર્માસિસ્ટની કુશળતાનો લાભ ગુજરાતમાં લેવાતો નથી

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટ્વિટરના માધ્યમથી રજૂઆત

ગુજરાતમાં સરકારી ફાર્માસિસ્ટની ભરતી થાય ત્યારે તે એક જ પદ પર નિવૃત્તિ સુધી રહે છે કોઇ પ્રમોશન કેડર ફાર્માસિસ્ટને મળતી નથી. અન્ય દેશોમાં ફાર્માસિસ્ટની કુશળતાનો લાભ દવાના વ્યવસ્થાપન અને સર્જિકલ મેનેજમેન્ટમાં લેવાય છે. ડોક્ટર પછી દવા મામલે સૌથી વધુ જ્ઞાન ધરાવતા ફાર્માસિસ્ટની આ કુશળતાનો લાભ ગુજરાતમાં લેવાતો નથી તેવો વસવસો ફેડરેશન ઓફ ગવર્નમેન્ટ ફાર્માસિસ્ટ ગુજરાતે વ્યક્ત કર્યો છે.  સંગઠને જણાવ્યું છે કે, આ કોરોનાની મહામારીમાં દર્દીઓને દવા લખી આપતા તેમજ દવા આપવાનું કામ ફાર્માસિસ્ટ કરે છે. સીધા સંપર્કમાં આવેલા ઘણા ફાર્માસિસ્ટના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. તે પણ કોરોના વોરિયર છે આમ છતાં સરકારે તેમને પ્રોત્સાહન આપ્યું નથી. જુનિયર ફાર્માસિસ્ટ તરીકે ભરતી થયેલો ફાર્માસિસ્ટ રિટાયર થાય ત્યાં સુધી તે જ પદ પર રહે છે. સંગઠનની માંગ છે કે, ફાર્મસી ઓફિસર ક્લાસ-1 અને ક્લાસ- 2ની પ્રમોશનલ કેડર બનાવીને બઢતી આપવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...