તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરાશાયી:PGVCL 1 દી’ માં 27 ફરિયાદ નિવારી શક્યું, 120 પેન્ડિંગ રહી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તોફાની વરસાદે વીજપોલ-તાર ધરાશાયી કર્યા

બુધવારે સાંજે આવેલા ભારે પવન સાથેના વરસાદે ઠેર ઠેર વૃક્ષો સાથે વીજપોલ અને વીજલાઈન જમીનદોસ્ત કરી દીધા હતા. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં બાર-બાર કલાકો સુધી વીજળી ગુલ રહી હતી. તારીખ 6ને ગુરુવારે રાજકોટ શહેરની વીજળી સંબંધિત કુલ 147 ફરિયાદ નોંધાઈ હતી જેમાંથી આખો દિવસ દરમિયાન વીજતંત્ર માત્ર 27 ફરિયાદ જ નિવારી શક્યું હતું. સાંજે 6 કલાક સુધીમાં 120 જેટલી ફરિયાદ પેન્ડિંગ રહી હતી. ગુરુવારે પીજીવીસીએલ સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ 345 વીજળી સંબંધિત ફરિયાદ આવી હતી જેમાંથી 123 ફરિયાદનું જ નિરાકરણ આવી શક્યું હતું, જયારે 222 ફરિયાદ પેન્ડિંગ રહી હતી.

બુધવારે શહેરમાં આવેલા ભારે વરસાદને પગલે મવડી સહિતના વિસ્તારોમાં વીજપોલ ધરાશાયી થયા હતા તો ક્યાંક વીજતાર તૂટી પડી ગયા હતા. એકસાથે 40થી વધુ ફીડરો બંધ પડી જવાને કારણે હજારો ઘરોમાં વીજળી ગુલ થઇ જતા અંધારપટ છવાયો હતો. પીજીવીસીએલના ગ્રાહક સેવા કેન્દ્રમાં ફરિયાદોનો ધોધ વહેતા ફોલ્ટ સેન્ટરના વીજકર્મીઓમાં દોડધામ મચી હતી. શહેરના કેટલાક વિસ્તારોમાં દસથી બાર કલાક સુધી વીજળી ગુલ રહેતા સ્થાનિકો અકળાયા હતા, પરંતુ લાઈન ફિટ કરવામાં, ફોલ્ટ શોધી રિપેર કરવામાં વિલંબ થતા વીજપુરવઠો પૂર્વવત કરવામાં સમય લાગ્યો હતો. બુધવારના તોફાની વરસાદને કારણે અનેક જગ્યાએ થાંભલા અને વીજતાર ધરાશાયી થયા હતા.

અન્ય સમાચારો પણ છે...