ચેકીંગ ડ્રાઈવ:રાજકોટમાં આજે પોપટપરા, ગાંધીગ્રામ સહિત 10થી વધુ વિસ્તારોમાં વીજચોરી પકડવા PGVCLના દરોડા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આજે સવારે 8 વાગ્યાથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે - Divya Bhaskar
આજે સવારે 8 વાગ્યાથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે
  • રાજકોટ, બોટાદ અને કચ્છ સહિત સૌરાષ્ટ્રમાં 96 ટીમો સવારથી વીજ ચેકીંગ હાથ ધર્યું

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી વીજચોરી ઝડપી લેવા માટે PGVCLની અલગ અલગ 96 ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. કોર્પોરેટ ઓફિસની સૂચના બાદ સવારે 8 વાગ્યાથી રાજકોટ, બોટાદ અને કચ્છ ડિવિઝનમાં PGVCL દ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિસ્તારોમાં ચેકિંગ થાય છે
એક દિવસના વિરામ બાદ આજે ફરી રાજકોટ શહેરના જીવંતિકાનગર, ભારતીનગર, ગોવિંદનગર, મોટી ટાંકી ચોક સહીત વિસ્તારોમાં PGVCL દ્વારા કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર 2 ડિવિઝન હેઠળ કોર્પોરેટ ચેકીંગ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં 37 ટીમો દ્વારા આજે સવારે 8 વાગ્યાથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. રૂખડિયાપરા, 53 ક્વાર્ટર, પોપટપરા, રઘુનંદન સોસાયટી, છત્રપતિ આવાસ, મહર્ષિ આવાસ, હેડગેવાર આવાસ, ગાંધીગ્રામ, લક્ષ્મી છાયા સોસાયટી સહીત સોસાયટીઓમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

11 KVના ફીડર આવરી
ઉલ્લેખનીય છે કે આજે શરૂ કરવામાં આવેલ ચેકીંગ ડ્રાઇવમાં રાજકોટ શહેરના 11 KV આવાસ યોજના, 11 KV સેન્ટ્રલ જેલ, 11 KV ગાંધીગ્રામ અને 11 KV ગૌતમનગર ફીડર આવરી લેવામાં આવ્યા છે.