એક્સક્લુઝિવ:PGVCLએ ક્લસ્ટર સિસ્ટમ લાગુ કરી, એક વિસ્તારના ગ્રાહકોને એકસાથે વીજબિલ મળશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સૌરાષ્ટ્રના 39 લાખ ગ્રાહકના બિલિંગ ભૌગોલિક વિસ્તાર પ્રમાણે કરાયા

સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજવિતરણ વ્યવસ્થા પૂરી પાડતી વીજકંપની પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડે તાજેતરમાં જ વીજબિલને લઈને એક નવી સિસ્ટમ લાગુ કરી છે જેને ક્લસ્ટર સિસ્ટમ નામ અપાયું છે. આ સિસ્ટમમાં શહેર કે ગ્રામ્યના કોઈ એક વિસ્તારના તમામ વીજગ્રાહકોનું મીટર રીડિંગ એકસાથે જ કરવામાં આવશે અને વીજબિલ પણ એકસાથે જ ઈસ્યૂ કરવામાં આવશે. અગાઉ દરેક વિસ્તારના ગ્રાહકોની બિલની સાઇકલ જુદા જુદા દિવસોમાં પૂરી થતી હોવાને કારણે મીટર રીડરે એક જ વિસ્તારમાં અનેક વખત મીટર રીડિંગ અને બિલિંગ કરવા જવું પડતું હતું.

પીજીવીસીએલના એકાઉન્ટ એન્ડ ફાઇનાન્સ મેનેજર કે.એસ. મલ્કાને જણાવ્યું હતું કે, પીજીવીસીએલ દ્વારા મીટરિંગ અને બિલિંગ અંગેની વ્યવસ્થામાં માળખાગત ફેરફારો કરાયા છે. ભૌગોલિક વિસ્તારો મુજબ મહોલ્લા / ક્લસ્ટર વાઈઝ બિલિંગ કરવામાં આવી રહ્યું છે. પીજીવીસીએલના માસ્ટર ડેટામાં અંદાજે 39 લાખ ગ્રાહકના વીજબિલનો ક્રમાંક ભૌગોલિક વિસ્તાર મુજબ ગોઠવાયા છે. ડી-ફોલ્ટર વીજગ્રાહકો પાસેથી બિલની બાકી લેણી રકમની વસૂલાત પણ ખૂબ જ ઝડપથી કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

બિલ અનિયમિત મળવા કે ન મળવા સહિતની ફરિયાદો દૂર થશે
​​​​​​​, વીજગ્રાહકને તેમની બિલિંગ સાઇકલ મુજબ નિયમિત સમયાંતરે વીજબિલ વિતરણ થશે. , દરેક મહોલ્લા / ક્લસ્ટરમાં એક જ દિવસે મીટર રીડિંગથી ઓછા કર્મચારી થકી મહત્તમ કામ થશે. , મહોલ્લા / ક્લસ્ટરમાં એક જ દિવસે બિલિંગ થવાથી બિલ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં તે વિસ્તારમાં તમામ ગ્રાહકો વીજબિલ ભરી શકે તે માટેની વ્યવસ્થા સરળ બનશે. , બિલની કામગીરીમાં સાતત્યતા આવવાથી બિલ ન મળવા કે અનિયમિત મળવા અંગેની ફરિયાદોમાં ઘટાડો. , દરેક ગ્રાહકના બિલનો ક્રમાંક તેના ભૌગોલિક વિસ્તાર મુજબ ગોઠવવાથી વીજ પુરવઠાને લગતી ફરિયાદો ખૂબ જ સરળતાથી નિવારી શકાય છે.

ગ્રાહકો અને વીજકંપની બંનેને ફાયદો થયો
ક્લસ્ટર સિસ્ટમ અંદાજિત છેલ્લા છ માસથી લાગુ કરી છે જેનો વીજગ્રાહકો અને પીજીવીસીએલ બંનેને ફાયદો થયો છે. બિલ અનિયમિત મળવા કે ન મળવા, બિલ ભરવા સહિતની અનેક સમસ્યાઓ દૂર થઇ છે. આગામી દિવસોમાં આખા સૌરાષ્ટ્રમાં આ સિસ્ટમ લાગુ કરાશે. > વરુણકુમાર બરનવાલ, એમ.ડી, PGVCL

અન્ય સમાચારો પણ છે...