તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી:PGVCL દ્વારા સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં રૂ.300 કરોડના ખર્ચે, અન્ડર ગ્રાઉન્ડ કેબલની મુકવાની વિચારણા, સંભવીત કુદરતી આફતોમાં વીજ પુરવઠો નહીં ખોરવાઈ

રાજકોટ23 દિવસ પહેલા
PGVCLના MD ધીમંત વ્યાસ
  • તાઉ-તે વાવાઝોડામાં વીજ કંપનીને રૂ.1400 કરોડનું નુકશાન થયું હતું

રાજકોટમાં અન્ડરગ્રાઉન્ડ કેબલનો પ્રોજેકટ સફળ રહ્યા બાદ હવે સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં અન્ડરગ્રાઉન્ડ કેબલનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. જેને રાજ્ય સરકારમાં મંજૂરી માટે મુકવામાં આવનાર છે. આ પ્રોજેકટ મદદથી આગામી સમયમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં અને નાના શહેરોમાં પણ વીજળીની સમસ્યાઓ ઓછી થશે. આ સાથે જ સૌરાષ્ટ્રના આ પાંચ નવા શહેરોમાં હવે 24 કલાક વીજળી મળે તેવો રોડમેપ PGVCLના નવ નિયુકત મેનેજીંગ ડીરેકટર ધીમંત વ્યાસ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોનો સર્વે શરૂ કરાયો
વધુમાં PGVCLના MD ધીમંત વ્યાસે જણાવ્યું હતું કે દર વર્ષે સૌરાષ્ટ્રના પાંચ શહેરોમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાનો પ્રોજેકટ આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. જેના માટે અત્યારથી જ વીજ કંપની દ્વારા સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. પ્રથમ તબકકામાં કુલ 5 શહેરોની પસંદગી કરવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં આવનાર સંભવીત કુદરતી આફતોમાં શહેરોમાં વીજ પુરવઠો નહી ખોરવાઈ તેવી યવસ્થાનું અમલીકરણ કરવાની વિચારણા ચાલી રહી છે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

અન્ડરગ્રાઉન્ડ કેબલ પ્રોજેક્ટનો ખર્ચ રૂ.300 કરોડ
વીજ કંપની દ્વારા શહેરોમાં સુવિધા વધારવા માટે દર વર્ષે બજેટ તૈયાર કરવામાં આવે છે. જે દરમિયાન આગામી બજેટમાં સૌરાષ્ટ્રના પાંચ શહેરોનો સમાવેશ કરી લેવામાં આવનાર છે. જ્યારે હાલ ધીમે ધીમે શહેરોની પસંદગી પણ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અન્ડરગ્રાઉન્ડ કામગીરીના પ્રોજેક્ટમાં રૂ.300 કરોડનો ખર્ચ થાય તેવી સંભાવનાઓ છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના મોટાભાગના ગામડામાં જયોતિગ્રામ યોજના હેઠળ હાલ 24 કલાક વીજળી પુરી પાડવામાં આવે છે. તેમજ આગામી દિવસોમાં PGVCL દ્વારા શહેરો તાલુકામાં 24 કલાક વીજ પુરવઠો મળી રહે તે માટેનું પ્લાનીંગ ગોઠવવામાં આવી રહ્યું છે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

તાઉ-તે વાવાઝોડામાં રૂ.1400 કરોડનું નુકશાન
તાજેતરમાં ગુજરાત સહિતના દરિયા કિનારે વિસ્તારોમાં તાઉ-તે વાવાઝોડાના કારણે વીજ કંપનીને સૌથી વધુ અંદાજીત 1400 કરોડનું નુકશાન થયું છે. આ વાવાઝોડામાં વીજ કંપનીના 3 લાખથી વધુ થાંભલા પડી ગયા હતા અને મોટાભાગના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ત્યારે આ પ્રકારના વાવાઝોડાના કારણે વીજ કંપનીને નુકશાન ન થાય તે માટે હવે શહેરોમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાનો પ્રોજેકટ વિચારણામાં છે.

અન્ય સમાચારો પણ છે...