પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા છેલ્લા બે મહિનાથી સૌરાષ્ટ-કચ્છમાં વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરી છે. જેમાં છેલ્લા બે મહિનામાં 10,858 કનેક્શનમાં 53.62 કરોડની વીજચોરી ઝડપી પાડી છે. આ વીજચોરીનો આંકડો એપ્રિલ અને મે મહિનાનો છે. જેમાં એપ્રિલ મહિનામાં 27.84 કરોડ અને મે મહિનામાં 26.08 કરોડની વીજચોરી પકડી પાડવામાં આવી છે. જેમાં રાજકોટ શહેરમાં મે મહિના દરમિયાન 3.67 કરોડની વીજચોરી ઝડપાઇ છે. જેમાં સૌથી વધુ શિયાણી સોસાયટી, સાગરનગર સોસાયટી, મહેશ્વરી સોસાયટી, ભવાની ચોક, ગોકુલનગર, બિશ્મિલ્લા પાર્ક, તક્ષશિલા 1 અને 2, ગાયત્રી ભવન પાસે, ભરતવન, કેનાલ રોડ, ભુપેન્દ્ર રોડ, કોઠારીયા નાકા, સોની બજાર, દિવાન પરા, પેલેસ રોડ, ભક્તિનગર સોસાયટી, ભક્તિનગર સર્કલ વિસ્તારની નજીક, કોઠારિયા કોલોની, માસ્તર સોસાયટી, સોરઠીયાવાડી સર્કલ વગેરે વિસ્તારમાંથી વીજચોરી ઝડપાઇ છે.
રાજકોટના આ વિસ્તારોમાંથી પણ વીજચોરી ઝડપાઇ
આ ઉપરાંત રાજકોટ શહેરમાં મહમદી બાગ, શક્તિનગર, રામનગર, રસુલપરા, સુમંગલ સોસાયટી, શિવ પાર્ક, કૈલાશપાર્ક, આજી ડેમ કોઠારીયા વિસ્તાર, રૈયા ગામ, ખોડિયાર નગર, ઝૂંપડપટ્ટી વિસ્તાર, બંશીધર પાર્ક, લાલપરી મફતિયા પરા, શક્તિ સોસાયટી, રાધામીરા સોસા., રોયલ પાર્ક 2, લક્ષ્મી છાયા સોસા., ગાંધીનગર સોસા., રંગ ઉપવન સોસા., જીવંતિકા નગર, જીવંતિકાપરા, ભારતીનગર, રઘુનંદન, પોપટપરા મહર્ષિ, છત્રપતિ આવાસ યોજનામાંથી વીજચોરી ઝડપી છે.
મે મહિનામાં 10858 કનેક્શનમાં વીજચોરી ઝડપાઇ
PGVCLના વીજ ચેકિંગ ઝુબેશમાં મે મહિનામાં 85,265 વીજ કનેક્શનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 10858 કનેક્શનમાં વીજચોરી ઝડપાઇ હતી. આથી આ તમામ વીજ કનેક્શનધારકોને 26.08 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં રાજકોટ શહેરને બાદ કરતા સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં 2.89 કરોડની વીજચોરી ઝડપાઇ છે.
મે મહિનામાં પકડાયેલી વીજચોરી
વર્તુળ કચેરીનું નામ | વીજચોરી પકડાયાની સંખ્યા | દંડની રકમ (રૂ.લાખમાં) |
રાજકોટ શહેર | 1112 | 367.42 |
રાજકોટ ગ્રામ્ય | 1274 | 282.26 |
મોરબી | 667 | 143.96 |
પોરબંદર | 1364 | 188.72 |
જામનગર | 893 | 237.34 |
ભુજ | 558 | 191.02 |
અંજાર | 626 | 239.17 |
જૂનાગઢ | 1013 | 162.92 |
અમરેલી | 929 | 150.16 |
બોટાદ | 770 | 135.44 |
ભાવનગર | 932 | 289.49 |
સુરેન્દ્રનગર | 720 | 220.86 |
PGVCLની આ અગત્યની અપીલ ધ્યાને લેશો
PGVCL દ્વારા ગ્રાહકોને એક અપીલ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, 10 આંકડાના મોબાઈલ નંબર પરથી વીજ બિલ ચૂકવણી અંગેના કોઈપણ SMS મોકલવામાં આવતા નથી. તેમજ આવા છેતરામણા SMS દ્વારા માંગવામાં આવેલ કોઈપણ માહિતી કે OTP આપવા નહીં. તેમજ આવી કોઈ ઘટના સામે આવે તો આ અંગેની જાણ તુરંત નજીકની PGVCL કચેરીને કરવી. PGVCL દ્વારા XX-PGVCLG તરફથી જ SMS મોકલવામાં આવે છે. આ સિવાયના SMSને અવગણવા વિનંતી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.