કાર્યવાહી:PGVCLએ ગેરકાયદે આપેલું કનેક્શન રદ કર્યું, તપાસ શરૂ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નાયબ ઈજનેર સામે તપાસ શરૂ, ઈજનેર સામે સમિતિના રિપોર્ટ બાદ કાર્યવાહી

મવડીના રેવન્યૂ સર્વે નં. 93 પૈકી સહજાનંદનગર, પ્લોટ નં. 82માં પીજીવીસીએલ દ્વારા રહેણાક હેતુનું હંગામી કનેક્શન બાંધકામ અંગેના પ્લાન વિના અપાયું, રહેણાક વીજ કનેક્શન લઇને કોમર્શિયલ ઉપયોગ કરી ગોડાઉન બનાવી દીધા અંગેનો અહેવાલ ‘દિવ્ય ભાસ્કર’માં પ્રકાશિત થયા બાદ પીજીવીસીએલ તંત્ર હરકતમાં આવી ગયું છે આ જગ્યાનું વીજ કનેક્શન તાત્કાલિક ધોરણે રદ કરી મીટર પણ ઉતારી લેવાયું છે. બીજી બાજુ ગેરરીતિ આચરી હંગામી કનેક્શન આપનાર મવડી સબ ડિવિઝનના નાયબ ઈજનેર એચ.ડી. ખાંડેકા સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. તપાસ સમિતિ પોતાનો રિપોર્ટ આપ્યા બાદ ગેરરીતિ આચરનાર ઈજનેર સામે કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

હવે તપાસ સમિતિ અરજદારે કેવી રીતે કનેક્શન મેળવ્યું, નાયબ ઈજનેર સાથે શું સાંઠગાંઠ કરી, હંગામી કનેક્શનના પૂરતા પૈસા ભરતા કે કેમ? રહેણાંક વીજ કનેક્શનમાં કોમર્શિયલ ઉપયોગ કરતા હતા તો કેટલા યુનિટ વધુ વાપર્યા તે સહિતના જુદા જુદા મુદ્દે તપાસ સમિતિ કામ કરી રહી છે. આ તપાસ સમિતિ પોતાનો રિપોર્ટ જમા કરાવે ત્યારબાદ મવડી સબ ડિવિઝનના નાયબ ઈજનેર સામે કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...