તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નો-પર્ચેઝ અભિયાન:પેટ્રોલ પંપના સંચાલકોએ 24 લાખ લિટરની ખરીદી ન કરી

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12 ઓગસ્ટથી દર ગુરુવારે ખરીદી બંધ

પેટ્રોલ- ડીઝલમાં નફાનું માર્જિન નહિ વધતા રાજકોટ પેટ્રોલ પંપના સંચાલકોએ તેનો વિરોધ શરૂ કર્યો છે. આ વિરોધ અંતર્ગત દર ગુરુવારે નો-પર્ચેઝ અભિયાન હાથ ધર્યું છે. દર ગુરુવારે આખો દિવસ પેટ્રોલ- ડીઝલની ખરીદી બંધ રાખે છે.

12 ઓગસ્ટથી શરૂ થયેલું આ અભિયાન 26 ઓગસ્ટ ગુરુવારે પણ ચાલુ રહ્યું હતું. નો-પર્ચેઝ અભિયાન અંતર્ગત ત્રણ ગુરુવાર સુધી 24 લાખ લિટર પેટ્રોલ-ડીઝલની ખરીદી બંધ રાખવામાં આવી છે. આ અંગે રાજકોટ પેટ્રોલ- ડીઝલ ડીલર એસોસિએશનના પ્રમુખ ગોપાલભાઇ ચુડાસમાના જણાવ્યાનુસાર નો-પર્ચેઝ અભિયાન આખા ગુજરાતમાં હાથ ધરવામાં આવ્યું છે.

બીજા ગુરુવારે રાજ્યભરના પેટ્રોલ પંપના ડીલરોએ કાળા કપડાં પહેરી કાળા ટેન્ટમાં બેસીને વિરોધ કર્યો હતો. જ્યાં સુધી અમારી માગણી નહિ સ્વીકારાય ત્યાં સુધી આ નો-પર્ચેઝ અભિયાન ચાલુ રહેશે. આગળની રણનીતિ હવે ઘડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...