કોરોનાવાઈરસ:રાજસ્થાનથી હવે મજૂરોને બોલાવવા અરજીઓ શરૂ

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનમાં છૂટછાટ બાદ રાજકોટ શહેર-જિલ્લામાંથી અંદાજે 1 લાખથી ‌વધુ મજૂરો રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં ચાલ્યા ગયા છે ત્યારે હવે રાજસ્થાન ચાલ્યા ગયેલા મજૂરોને પરત કામે આવવું હોય તેની અરજી વહીવટી તંત્ર સમક્ષ શરૂ થઇ છે. અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજસ્થાનથી મજૂરોને પરત લાવવા માટે બેડી યાર્ડ દ્વારા અરજી કરાઇ હતી જેને મંજૂરી અપાયા બાદ હવે કારખાનેદારો અને બિલ્ડરોની અરજીઓ શરૂ થઇ છે. 

અન્ય સમાચારો પણ છે...