તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂરી:કુરિયરથી જ્વેલરી એક્સપોર્ટ કરવાની મંજૂરી મળતા રાજકોટના સોની વેપારી માટે વિદેશ વેપારની તક વધશે

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિદેશમાં રાજકોટની એન્ટિક જ્વેલરી અને લાઈટ વેઈટ જ્વેલરીની વધુ ડિમાન્ડ

વિદેશ વ્યાપાર વધારવા અને નાના એક્સપોર્ટર્સને પ્રોત્સાહન મળે તે માટે હીરા, જ્વેલરી એક્સપોર્ટ કરવાની મંજૂરી મળી છે. જેને કારણે રાજકોટના સોની વેપારીઓને આંતરરાષ્ટ્રીય ઓર્ડર વધુ મળશે અને રાજકોટથી વિદેશ વેપાર વધશે. રાજકોટમાં બનતી એન્ટિક જ્વેલરી અને લાઈટ વેઈટ જ્વેલરીની આંતરરાષ્ટ્રીય બજારમાં સૌથી વધુ ડિમાન્ડ છે.જીજીઈપીસીના એક્સપોર્ટ કમિટીના મેમ્બર પ્રવીણભાઈ વૈદ્ય જણાવે છે કે, રાજકોટમાં સૌથી વધુ ઓર્ડર યુરોપ, દુબઈ, અમેરિકાથી મળે છે. સામાન્ય રીતે રાજકોટથી એક ટકા દાગીના ડાયરેક્ટ એક્સપોર્ટ થાય છે. કોવિડ પછી રાજકોટની બજારમાં વેપાર ડાઉન થયો છે. એટલે સ્થાનિક વેપારની આશાએ બેસી રહેવાને બદલે હવે વિદેશના જે ઓર્ડર મળશે તે પણ સ્વીકારી લેશે. એક્સપોર્ટના ઓર્ડર વધવાથી રોજીરોટીની સંખ્યામાં વધારો થશે.

રાજકોટમાંથી માત્ર એક ટકા જ દાગીના સીધા એક્સપોર્ટ થાય છે તેનું કારણ એ છે કે, વેપારીઓ પાસે એક્સપોર્ટનું નોલેજ નથી અને નાના વેપારીઓ જોખમ લેવા તૈયાર થતા નથી. અત્યાર સુધી તેની ખૂબ જ લાંબી પ્રક્રિયા રહેતી હતી હવે નિયમો હળવા બન્યા છે.

રાજકોટમાં લેસર અને CNC મશીનથી દાગીના બને છે
રાજકોટમાં જ્વેલરી બનાવવા માટે સીએનસી મશીન અને લેસર ટેક્નિકનો ઉપયોગ થઈ રહ્યો છે. પરિણામે હવે ઈટાલી અને જર્મની જેવી જ્વેલરી અહીં બની રહી છે. તેને કારણે વિદેશમાં રાજકોટમાં બનતા દાગીનાની ડિમાન્ડ વધી રહી છે. એક્સપોર્ટ પ્રક્રિયા સરળ બનતા પ્રિસયઝ મેટલ એટલે કે, ગોલ્ડ સિલ્વર, જેમ સ્ટોન્સ અને ડાયમંડ તથા જ્વેલરીની કુરિયર મારફતે એક્સપોર્ટ થઈ શકશે.

સોની વેપારીઓને ડ્યૂટી ડ્રો બેકનો લાભ મળવો જોઈએ
જે નિર્ણય લેવામાં આવ્યો છે તે સોની વેપારીઓના હિતમાં છે. જો કે સોનું કુરિયરમાં પાર્સલ કરવાની આખી પ્રક્રિયા અલગ જ હોય છે એટલે જેની પાસે પૂરતા પ્રમાણમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે એમાં જ વેપારીઓ કુરિયર કરવાનું વધુ પસંદ કરે છે. આ સિવાય જે સોની વેપારીઓ એક્સપોર્ટ કરે તેને ડ્યૂટી ડ્રો બેકનો લાભ મળવો જોઈએ. જો તેવું થાય તો રાજકોટમાંથી એક્સપોર્ટનું પ્રમાણ વધી શકે. નિયમો હળવા થવાથી હવે નાના વેપારીઓને રાહત મળી છે. - હરેશભાઈ સોની, પૂર્વ ચેરમેન ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો