કોર્ટનો ચુકાદો:50% રકમ જમા કરાવવાની શરતે બચાવ કરવાની આપી મંજૂરી

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લેણી રકમ સંદર્ભે સિવિલ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

રાજકોટની ભાગોળે બામણબોરની પેઢીને ચૂકવવાની થતી રકમના 50 ટકા રકમ જમા કરાવ્યા બાદ રાજકોટની સિવિલ કોર્ટે બચાવ કરવાની મંજૂરી આપતો મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કેસની વિગત મુજબ, રાજકોટની હિરેન એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢીએ બામણબોર જીઆઇડીસી, હીરાસરમાં આવેલી રામેશ્વર કોટેક્ષ નામની જીનિંગ ફેક્ટરીને રૂ.1,37,08,947નો કપાસ વેચ્યો હતો.

પરંતુ ભાગીદારીથી ચાલતી રામેશ્વર કોટેક્ષ નામની પેઢીએ ઉપરોક્ત રકમ નહિ ચૂકવી છેતરપિંડી કરતા રાજકોટની પેઢીના ભાગીદાર પ્રવીણભાઇ ડાયાભાઇ રામાણીએ એડવોકેટ અર્જુન એસ.પટેલ મારફત સિવિલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી તેમની લેણી રકમ મેળવવા માટે દાવો કર્યો હતો.

જે દાવા સામે કોઠારિયાના રંગાણી ગામે રહેતા રામેશ્વર કોટેક્ષના ભાગીદારો કૈલાસ લખમણ નકુમ, પ્રવીણ લખમણ નકુમ, મંજુલાબેન કૈલાસ નકુમે ખોટા અને ઉપજાવી કાઢેલા ગેરકાનૂની બચાવ રજૂ કર્યા હતા. જેની સામે ફરિયાદપક્ષે જે ડેબિટ નોટો પ્રતિવાદીઓએ પુરાવા તરીકે રજૂ રાખી બચાવની પરવાનગી માગી છે. જોકે, કાયદાની જોગવાઇ પ્રમાણે સમરી દાવમાં તોજ બચાવ કરી શકે જેમાં કોઇ તથ્ય જણાતું હોય અન્યથા આવા બચાવો શરતી એટલે કે નાણાં જમા કરાવવાની શરતે બચાવ કરવાની પરવાનગી આપવામાં આવતી હોય છે.

ત્યારે પ્રતિવાદીઓએ આવડી મોટી લેણી રકમ ઓળવી જવાના બદઇરાદે ખોટી ડેબિટ નોટો ઊભી કરી હોવાની રજૂઆત કરી છે. જે રજૂઆતને ધ્યાને રાખી સિવિલ કોર્ટે રામેશ્વર કોટેક્ષના ભાગીદારોને 30 દિવસમાં પચાસ ટકા રકમ રૂ.68,54,473 કોર્ટમાં જમા કરાવવાની શરતે જ બચાવ કરવાની પરવાનગી આપવાનો ચુકાદો આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...