તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંજૂરી આપો:રાજકોટમાં જગન્નાથ મંદિરે રથયાત્રા કાઢવા પોલીસ કમિશનર પાસે મંજૂરી માગી, રાજ્ય સરકાર પરવાનગી આપશે તો મંજૂરી આપીશું તેવી CPની ખાતરી

રાજકોટ3 મહિનો પહેલા
મંદિરે પોલીસ કમિશનરને કોરોના �
  • હાલ મંદિર દ્વારા રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

રાજકોટમાં દર વર્ષે અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરમાં નીકળે છે. પરંતુ હાલ કોરોના મહામારીને કારણે રથયાત્રા કાઢવા માટે મંજૂરી આપવી કે નહીં તે અંગે રાજ્ય સરકાર અવઢવમાં છે. આજે નાનામવા જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રા કાઢવા માટે પોલીસ કમિશનર પાસે મંજૂરી માગવામાં આવી હતી. આ અંગે પોલીસ કમિશનરને અરજી પણ આપવામાં આવી છે. પોલીસ કમિશનરે પણ રાજ્ય સરકાર મંજૂરી આપશે તો અમે રથયાત્રા કાઢવા પરવાનગી આપીશું તેવી ખાતરી આપી છે.

રથયાત્રાને લઇને તૈયારીઓ શરૂ
જોકે રથયાત્રાને લઇને રાજકોટના જગન્નાથ મંદિર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોરોના ગાઈડલાઈન મુજબ મંજૂરી આપવા માટે મંદિર દ્વારા અરજી કરવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકારનો નિર્ણય આખરી રહેશે અને બાદમાં જ મંજૂરી આપવી કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે. ગત વર્ષે પણ કોરોનાના કારણે રથયાત્રાને મંજૂરી આપવામાં આવી નહોતી. ત્યારે આ વર્ષે પણ કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેશે.

સરકાર જે પણ ગાઇડલાઇન આપશે તે મુજબ મંજૂરી મળશે
જગન્નાથ મંદિરના મહંત ત્યાગીમનમોહનદાસે જણાવ્યું હતું કે, પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી મંજૂરી માટે અરજી કરી છે. પોલીસ કમિશનરે પણ ખાતરી આપતા જણાવ્યું છે કે, આપ નિશ્ચિત રહીએ જે પણ રાજ્ય સરકાર નિર્ણય લેશે તે તમને જણાવવામાં આવશે. તમે રથયાત્રાની તૈયારી ચાલુ રાખો. સરકાર જે પણ ગાઇડલાઇન આપશે તે મુજબ મંજૂરી આપવામાં આવશે. રથની સાફ સફાઇ અને વાઘાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.