ભાસ્કર વિશેષ:ગાંધી મ્યુઝિયમમાં બાપુના જીવન વિશેનો પિરિયડ લેવાયો, વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાના માર્ગ પર ચાલવા કહેવાયું

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓએ ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી, ભગવદ્ ગીતા ભેટ અપાઈ, નાસ્તો કરાવ્યો

વિદ્યાર્થીઓને ન માત્ર પુસ્તકિયું જ્ઞાન, કે સ્કૂલના એક ક્લાસરૂમમાં બેઠા બેઠા દુનિયાનું શિક્ષણ આપવાને બદલે સરકારી શાળાના વિદ્યાર્થીઓને ગાંધીજયંતી અવસરે ગાંધી મ્યુઝિયમની મુલાકાતે લઇ જવાયા હતા અને ત્યાં જ શિક્ષકે બાપુના જીવન વિશે માર્ગદર્શન આપતો પિરિયડ લઇ વિદ્યાર્થીઓને ગાંધીજીની પ્રતિમા સામે જ બેસાડીને જ્ઞાન પીરસ્યું હતું. શિક્ષકે વિદ્યાર્થીઓને બાપુએ કહેલી વાત વર્ણવતા કહ્યું હતું કે, તેઓ જ્યારે ઉદાસ થતા હતા કે તેમને ઊંઘ ન આવતી તો તેવો ગીતાના આશ્રયે જતાં તેમને જ્યારે કોઈ માર્ગ ન સૂઝે ત્યારે ગીતા તેમણે માર્ગ સૂચવતી હતી. આવી શ્રીકૃષ્ણના મુખે બોલાયેલી શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણા હિન્દુ ધર્મની એક અમૂલ્ય ભેટ સમાન છે.

શાળા નં.93ના તમામ વિદ્યાર્થીઓને ગાંધી મ્યુઝિયમની મુલાકાત દરમિયાન ભગવદ્ ગીતા ભેટ આપવામાં આવી હતી અને નાસ્તો પણ કરાવાયો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વિનોબા ભાવે પે.સેન્ટર શાળા નંબર 93ના 25 બાળકને ગાંધી મ્યુઝિયમમાં લઈ જવાની વ્યવસ્થા કરી હતી.

સમિતિ દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર પણ આપવામાં આવ્યો તથા આવવા જવાનું ભાડું પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ચૂકવવામાં આવ્યું. શાળા નંબર 93ના 25 વિદ્યાર્થીને મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત કરાવી. બાળકોની આ મુલાકાતમાં આચાર્યા વનિતાબેન રાઠોડે પણ હાજર રહી બાળકોને ગાંધી જીવન પરિચય કરાવ્યો. આ મુલાકાતમાં હાજર રહેલા તમામ બાળકોને દાતા અજયભાઈ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા ભેટ કરવામાં આવી.

ગાંધીજીના સાદગીભર્યા જીવન અંગે વાકેફ કર્યા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના બાળકોને ગાંધી મ્યુઝિયમની વિનામૂલ્યે સફર કરાવવામાં આવી હતી. ગાંધીજીના સાદગીભર્યા દિવસો અને આઝાદી સમયના તમામ સંસ્મરણો બાળકો સામે પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા જેનાથી બાળકો પણ પ્રભાવિત થયા હતા. મ્યુઝિયમની મુલાકાત બાદ બાળકો માટે શુદ્ધ અને પૌષ્ટિક નાસ્તાનું આયોજન કરાયું હતું.> અતુલ પંડિત, ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ

અન્ય સમાચારો પણ છે...