તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:ગોંડલ તાલુકાના દિવ્યાંગ લોકોને શુક્રવારથી કોરોનાની રસી અપાશે

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં કિન્નરોને પણ રસી આપવામાં આવશે, આજે સ્થળ અને તારીખ નક્કી થશે

સરકાર દ્વારા 45 પ્લસ બાદ 18 વર્ષથી ઉપરના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ કર્યું છે તેની સાથે દિવ્યાંગો પણ રસી લઇ શકે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે શુક્રવાર તારીખ 11ના રોજ ગોંડલ ખાતે બે દિવસ દિવ્યાંગ લોકોનું રસીકરણ કરવામાં આવશે.

હાલ ગોંડલ તાલુકામાં 741 દિવ્યાંગ નોંધાયેલા છે, તેમાંથી જે લોકોએ રસી લીધી નથી તે સર્વેને ફોન કરી કાઉન્સેલિંગ કરવામાં આવશે. આ લોકો માટે ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવી છે, એટલું જ નહિ તેઓનું યુડીઆઈડી કાર્ડ પુરાવા તરીકે પણ માન્ય ગણવામાં આવશે. સામે જે દિવ્યાંગો રસી લઇ ચૂક્યા છે તેમનો પણ સરવે કરવામાં આવશે. વધુમાં સમાજ સુરક્ષા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ કલેક્ટર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જે કોઈ દિવ્યાંગ રસી લેવા આવે તો તેમને રાહ જોવડાવ્યા વગર પ્રથમ ક્રમે રસી અપાશે.

બીજી તરફ કિન્નરો પણ રસી લેવાથી વંચિત ન રહી જાય તે માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે, હાલ રાજકોટમાં 30 જેટલા કિન્નર નોંધાયેલા છે અને તેમના માટે રસીકરણ માટેનો સમય અને સ્થળ આજના દિવસે નિર્ધારિત થઇ જશે, તેમ અધિકારી મેહુલગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું. કિન્નરોના રસીકરણના દિવસે જેતપુર અને ધોરાજીના મઠમાં રહેતા કિન્નરોને પણ રાજકોટ બોલાવામાં આવશે. હાલ તે સરવેનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવેલું છે, જે રસી લીધા બાદ અન્ય લોકોને પણ જાગૃત કરશે.

અન્ય સમાચારો પણ છે...