તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદોનું નિરાકરણ થશે: પદાધિકારીઓ:લોકોને મનપાની અમુક સેવા આંગળીના ટેરવે મળશે

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઈન્ટરનેશનલ એરપોર્ટ અને એઈમ્સ બને છે, તેથી વિશ્વકક્ષાની સુવિધા ઊભી કરાશે

રાજકોટ મહાનગરપાલિકાની નવી ચૂંટાયેલી પાંખ લોકોને સુવિધાઓ જ નહીં પણ ફરિયાદોને પણ અગ્રતા અપાય તે લક્ષ્ય રાખવામાં આવ્યો છે તેમ પદાધિકારીઓએ દિવ્ય ભાસ્કરની મુલાકાતમાં જણાવ્યું હતું. મેયર પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટનો ઘણો વિસ્તાર સારી રીતે વિકસી ગયો છે ઘણામાં કામ ચાલી રહ્યું છે અને હવે જે નવો વિસ્તાર રાજકોટ શહેરમાં ભળ્યો છે ત્યાં રોડ, પાણી અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓ ઝડપથી વિકસાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું કે, લોકોને નાના મોટા કામ માટે કચેરીએ આવવું પડે છે તેના બદલે ઓનલાઈન જ કામ થાય તે માટે આરએમસી ઓન વોટ્સએપ થકી લોકોનો સમય બચાવવાનો વિચાર કરાયો છે. આ ઉપરાંત સામાન્ય ફરિયાદોને પણ ગંભીરતાથી લેવા કોલ સેન્ટરમાં ઓટીપી સિસ્ટમ શરૂ કરાશેે.

પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે કહ્યું હતું કે, રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ છે તેમજ એઈમ્સ પણ બની રહ્યું છે. તેથી રાજકોટની તમામ સુવિધાઓ પણ વિશ્વ કક્ષાની હોવી જોઈએ જે સૌથી મોટો પડકાર છે પણ આગામી 5 વર્ષમાં તે કક્ષા સુધી રાજકોટ પહોંચી જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો