તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:પોસ્ટ ઓફિસમાં નાણાં ન મળતા લોકો નિરાશ થઇ પરત ફર્યા

રાજકોટ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર

માર્ચ એન્ડિંગ પૂર્ણ થતા પોસ્ટ ઓફિસ ખાતે નાણાં ઉપાડવા કે જમા કરવા માટેની કામગીરી થઇ નહોતી જે અંગેની જાણ લોકોને ન થતા તેઓએ હેરાન પરેશાન થવું પડ્યું હતું. પોસ્ટ ઓફિસ ખાતે નાણાં ન મળતા લોકોમાં નિરાશા પ્રસરી હતી, અને નાણાંની સેવા શનિવારે મળવાની વાત સાંભળતા લોકો નિરાશ થઇ ઘરે પરત ફર્યા હતા. હાલ માત્ર પોસ્ટને લગતી કામગીરી અને આધારકાર્ડને લગતી કામગીરી ચાલુ રહેશે, જ્યારે બીજી અન્ય કોઈ પણ સુવિધા મળી શકશે નહિ. જ્યારે શનિવારથી તમામ સુવિધાઓ યથાવત્ મળતી રહેશે.

માર્ચ એન્ડિંગની સાથે ગુડ ફ્રાઇડે આવતા નાણાકીય સેવામાં એક દિવસ વધારાનો બ્રેક પડ્યો છે. લોકોના જણાવ્યા મુજબ તેઓને આ અંગે કોઈ માહિતી ન હોવાથી તેઓને આ તકલીફ વેઠવી પડી હતી. દિન-પ્રતિદિન પોસ્ટ ઓફિસની કામગીરીમાં ઘણા પ્રશ્નો ઉદભવિત થઇ રહ્યા છે, પછી તે સર્વરનો પ્રશ્ન હોય કે પછી સોશિયલ ડિસ્ટન્સિંગનો હોય, જેનું યોગ્ય નિરાકરણ આવવું જોઈએ તે આવી શક્યું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો