તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજનનો અભાવ:લોકો રસીની રાહમાં રહ્યા તંત્રે બે કોલેજમાં 500 ડોઝ મોકલી દીધા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હુડકો આરોગ્ય કેન્દ્રમાં રસી ખૂટતા લોકોને ધક્કા, ઉત્સાહભેર રસી મુકાવવા આવેલા લોકોને નિરાશ થઈને પરત જવું પડ્યું હતું. - Divya Bhaskar
હુડકો આરોગ્ય કેન્દ્રમાં રસી ખૂટતા લોકોને ધક્કા, ઉત્સાહભેર રસી મુકાવવા આવેલા લોકોને નિરાશ થઈને પરત જવું પડ્યું હતું.
  • 5000 લોકોને રસી લીધા વગર પરત ફરવું પડ્યું
  • રસી માટે લોકોને પ્રોત્સાહિત કર્યા, વેપારીઓને ફરજ પાડી, ફેરિયાંને ધમકાવ્યા બાદ જ્યારે લોકો રસી લેવા આવ્યા તો સ્ટોક જ ન હતો

રાજકોટમાં બે દિવસથી રસીનો મર્યાદિત સ્ટોક હતો અને રવિવારે તો બપોર સુધી જ વેક્સિનેશન ચાલ્યું હતું અને હવે એકપણ કોવિશિલ્ડનો ડોઝ નથી અને માત્ર કોવેક્સિન જ છે તેવી જાહેરાત કરી દેવાઈ હતી. સોમવારે માત્ર કોવેક્સિન જ અપાવાની હતી આ દરમિયાન સોમવારે ભાજપના નેતાઓ જેમાં ટ્રસ્ટી છે તેવી પી.ડી. માલવિયા કોલેજમાં ખાસ રસીકરણ કેમ્પ કર્યો અને ત્યાં કોવિશિલ્ડ રસીના ડોઝ મોકલી દેવાયા હતા. ભાજપી નેતાઓએ કેમ્પમાં જઈને ફોટોસેશન કરાવી નાખ્યું હતું.

આ કોલેજના ટ્રસ્ટી લાભુ ખીમાણિયા અને ઘનશ્યામ હેરભા કે જેઓ ભાજપના સક્રિય નેતાઓ છે તેમણે મેયરથી માંડી કોર્પોરેટર સુધીનાઓએ વાહવાહી મેળવી લીધી હતી. આ સિવાય બીજી એક કોલેજમાં પણ 250 ડોઝ મોકલ્યા હતા. રસીકરણ મહાઅભિયાન માટે તંત્રએ લોકોને પ્રોત્સાહિત કર્યા, સરવે કર્યા, વેપારીઓને ધંધો કરવા માટે રસી ફરજિયાત કરી, ફેરિયાઓને જગ્યા ખાલી કરવાની ગુપ્ત ધમકીઓ પણ આપી દીધી હતી.

આ બધા ઉપરાંત સ્પોટ રજિસ્ટ્રેશન શરૂ કરતા રસીકરણમાં ઉછાળો આવ્યો હતો. રસીકરણ 3500 પ્રતિદિવસથી ઉછળીને 10,000 થયું હતું. બે દિવસ સુધી તંત્ર હરખાયું હતું પણ ત્રીજા જ દિવસે પોલી છતી થઈ કારણ કે, હવે લોકોને રસી આપવા માટે સ્ટોક જ નથી.

આજે આ 15 કેન્દ્રો પર અપાશે કોવેક્સિન
મવડી આરોગ્ય કેન્દ્ર, નાનામવા આરોગ્ય કેન્દ્ર, નંદનવન આરોગ્ય કેન્દ્ર, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, સિટી સિવિક સેન્ટર - અમીન માર્ગ, નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર, હુડકો આરોગ્ય કેન્દ્ર, સદર આરોગ્ય કેન્દ્ર, જંક્શન આરોગ્ય કેન્દ્ર, કબીરવન આરોગ્ય કેન્દ્ર, મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર, ઇન્ડિયન મેડિકલ એસો. આરોગ્ય કેન્દ્ર, કોઠારિયા અને આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર

અન્ય સમાચારો પણ છે...