તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટૂરિઝમને વેગ મળશે:હોમસ્ટે કન્સેપ્ટથી લોકો અજાણ પણ શહેરમાં 10થી વધુ પ્રોપર્ટી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટૂરિઝમ વ્યવસાયને હોમસ્ટેથી વેગ મળશે

ટૂરિઝમ ક્ષેત્રનો વ્યવસાય કોરોનાકાળમાં અત્યંત મંદ પડી ગયો છે. સામે લોકો જે પ્રવાસન સ્થળ પર જવા ઈચ્છી રહ્યા છે તે પણ સલામતીને વધુ પ્રાધાન્ય આપતા નજરે પડે છે. આ તકે ગત પાંચ વર્ષ પહેલા કેન્દ્ર સરકારની સૂચના મુજબ ગુજરાત રાજ્યને હોમસ્ટે સુવિધા ઊભી કરવા જણાવ્યું છે. માત્ર એટલું જ નહિ રાજકોટ શહેરમાં 10થી વધુ આ પ્રકારની પ્રોપર્ટી આવેલી છે, પરંતુ તેનો ઉપયોગ જે થવો જોઈએ તે થઇ શકતો નથી. આ યોજનાથી લોકોને હોટેલ કરતા પણ વધુ સસ્તા દરે અને સંપૂર્ણ સુવિધા આપવામાં આવે છે.

સાથો-સાથ સ્વાસ્થ્યની પણ પૂરતી તકેદારી રાખવામાં આવે છે. રાજ્યના જે શહેરોમાં પ્રવાસન સ્થળો આવેલા હોય તે સ્થળ પર હોમસ્ટેની સુવિધા ગુજરાત ટૂરિઝમ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે. વિદેશથી આવતા પ્રવાસીઓ માટે આ સુવિધા અત્યંત કારગત નીવડી છે અને વિદેશી લોકો હોટેલ અને રિસોર્ટના બદલે હોમસ્ટેમાં રહેવાનો આગ્રહ રાખતા હોઈ છે. આ સુવિધા દરેક વર્ગના લોકોને સ્પર્શતી હોવાથી આવનારા સમયમાં જાગૃતતામાં પણ વધારો થશે. જે લોકો ટૂરિઝમને વધુ સારી રીતે માણવા માગતા હોય તેમના માટે આ યોજના ખૂબજ સારી છે. સાથોસાથ આ કન્સેપ્ટથી જેતે સ્થળ પર આવેલા ફરવાલાયક સ્થળો હોય તેમાં વૃદ્ધિ થઇ શકે છે અને ટૂરિઝમને પણ વેગ મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...