તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરો:મિલકત વેરા વસૂલાત માટે SMS મોકલતા લોકો મનપાએ પહોંચ્યા, અત્યાર સુધી રૂ.16.40 કરોડ વેરો જમા થયો

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
રાજકોટ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
 • હાલ માત્ર ઓનલાઇન જ મિલકત વેરાની વસૂલાત થાય છે

લોકડાઉનના કારણે મિલકત વેરા વસૂલાતની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે તેથી મહાનગરપાલિકાએ મિલકતધારકોને એસએમએસ મોકલી રહ્યું છે. એસએમએસ મળતા લોકો મનપાની કચેરી અને સિવિક સેન્ટર ખાતે રૂપિયા ભરવા માટે આવી રહ્યા છે, પરંતુ મનપા હાલ માત્ર ઓનલાઇન પેમેન્ટ જ સ્વીકારી રહ્યું છે. મનપાએ મિલકત વેરા વળતર યોજનામાં વળતર આપવાની મુદ્દતમાં પણ વધારો કર્યો છે. અત્યાર સુધીમાં અંદાજે 43285 હજાર મિલકતધારકોએ 16.40 કરોડ રૂપિયા ઓનલાઇન જમા કરાવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાએ મિલકત વેરા વળતર યોજના હેઠળ 31 મેના બદલે 30 જૂન સુધી 10 ટકા અને મહિલાઓને વધારાના 5 ટકા વળતર અપાશે. જ્યારે જુલાઇ માસમાં મિલકત વેરો ભરે તો 5 ટકા અને મહિલાઓને વધારાના 5 ટકા મળી 10 ટકા વળતર આપવાની જાહેરાત અગાઉ જ કરી દેવામાં આવી છે. મનપાએ ચાલુ નાણાકીય વર્ષમાં ઓનલાઇન મિલકત વેરો ભરે તેમને 1 ટકા વળતર આપવાની જાહેરાત કરી છે. અત્યાર સુધીમાં 16.40 કરોડની આવક થઇ છે. સામાન્ય રીતે અત્યાર સુધીમાં 50 કરોડથી વધુની આવક થતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો