તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂર્યગ્રહણ:રાજકોટમાં લોકોએ DSLR કેમેરા સાથે ગ્રહણ નીહાળ્યું, વિજ્ઞાન જાથાએ નાસ્તો કરાવી ગેરમાન્યતાઓનું ખંડન કર્યું

રાજકોટએક વર્ષ પહેલા
રાજકોટમાં સૂર્યગ્રહણનો નજારો
  • લોકોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે સૂર્યગ્રહણનો નજારો નીહાળ્યો

આજે કંકણાકૃતિ સૂર્યગ્રહણ છે. ત્યારે રાજકોટ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રમાં લોકોએ સૂર્યગ્રહણનો નજારો માણ્યો હતો. રાજકોટના રેસકોર્સ ખાતે પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રમાં લોકોએ સૂર્યગ્રહણ જોવા ઉમટ્યા હતા. રાજકોટના ખગોળ વૈજ્ઞાનિકોએ લોકોને સૂર્યગ્રહણનો અદભૂત નજારો દેખાડ્યો હતો. લોકોએ સોશિયલ ડિસ્ટન્સ સાથે સૂર્યગ્રહણનો નજારો નીહાળ્યો હતો.  આ નજારો જોવા માટે DSLR કેમેરા સાથે બાડર સોલાર ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.  

વિજ્ઞાન જાથાએ ગ્રહણનું ખંડન કર્યું 

જ્યારે બીજી તરફ ભારતીય જન વિજ્ઞાન જાથા દ્વારા ધાબા પર નાસ્તો કરીને ગ્રહણની ગેરમાન્યતાઓનું ખંડન કર્યું હતું. ગ્રહણ એક અવકાશી ખગોળીય ઘટના છે. આ તકે લેભાગુઓ હાય હાયના નારા લગાવ્યા હતા. જાથાના ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે, આ માત્ર અવકાશી ઘટના છે. આપણે વર્ષોથી સૂર્યગ્રહણ વખતે ખાવાનું અને પાણી ફેંકી દઇએ છીએ. પરંતુ આ એક તુત છે. પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જતા આ ઘટના બને છે. જે માત્ર અવકાશી ઘટના છે. આ અંધશ્રદ્ધામાં પડવું નહીં. આ માટે અમે કાર્યક્રમ રાખ્યો હતો અને લોકોને સૂર્યગ્રહણ સમયે નાસ્તો કરાવી અંધશ્રદ્ધાથી જાગૃત કર્યા હતા. 
(સૌજન્ય તસવીરઃભાટી એન. વાકાનેર)

અન્ય સમાચારો પણ છે...