તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં આકરી ગરમીનો લોકો અહેસાસ કરી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી રાજકોટનું મહત્તમ તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાઈ રહ્યું છે, રાજકોટનું મંગળવારનું મહત્તમ તાપમાન 41.5 ડિગ્રીએ પહોંચ્યું હતું, જ્યારે ન્યુનતમ તાપમાન 24.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ 57 ટકા જ્યારે સાંજે 17 ટકા નોંધાયું હતું. અગનગોળા સમાન ગરમીમાં લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવતી આગાહી મુજબ આગામી તારીખ 10 અને 11 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર અને રાજકોટમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફના વહેતા પવનથી હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય છે, જેથી તાપમાનમાં કોઈ વધુ ફેર નહીં આવે. બીજી તરફ આગામી પાંચ દિવસ ફરી ડ્રાય વેધર રહેવાની પણ શક્યતા જોવા મળી રહી છે. જેથી લોકોએ મહત્તમ પાણીનું સેવન કરવાનું તબીબોએ જણાવ્યું છે અને આ સમયે સતત લોકોએ પોતાની તકેદારી રાખી તડકામાં ન નીકળવા સૂચવવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આગામી 48 કલાક દરમિયાન હવામાનમાં કોઈ મોટો ફેર નહિ જોવા મળે, ત્યાર બાદના ત્રણ દિવસમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરાઈ છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.