તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • People Say If We Have Not Done Anything Wrong Then Why Get Vaccinated? If We Get Vaccinated, Work Will Be Ruined, We Will Die

ગ્રાઉન્ડ રિપોર્ટ:લોકો કહે છે, અમે કંઈ ખોટું કર્યું જ નથી તો રસી કેમ લઈએ? રસી લઈશું તો કામ બગડશે, અમે મરી જઈશું

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની રસી પહેલાં ગામોમાં અંધશ્રદ્ધાની વેક્સિન જરૂરી!
  • રાજકોટ જિલ્લાના 650માંથી 98 ગામમાં 20%થી ઓછું વેક્સિનેશન, કોરોના રોકવા લોકો નારિયેળનાં તોરણ બાંધે છે

રાજકોટ શહેરમાં પુરજોશથી વેક્સિનેશન ચાલી રહ્યું છે, પણ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો રસીથી દૂર ભાગી રહ્યા છે. જ્યાં જ્યાં ઓછું વેક્સિનેશન થયું છે એ ગામોનાં નામો મેળવી ત્યાં દિવ્ય ભાસ્કરની ટીમે રૂબરૂ જઈને તપાસ કરતાં અંધશ્રદ્ધા, ચિત્ર-વિચિત્ર અફવાઓ કારણભૂત છે. અમુક ગામોમાં ભૂવા કે દેવી-દેવતાઓ ના પાડે છે એવું લોકો કહી રહ્યા છે.

કોરોના ગામમાં ન આવે એટલે શ્રીફળનાં તોરણ બાંધ્યાં છે. રસી લીધા બાદ વ્યક્તિ મોતને ભેટે છે, વધુ પડતો તાવ આવે, કોરોના છે જ નહિ એવી અફવાઓ પણ છે. વીંછિયાના કંધેવાળિયા ગામે તો કોરોનાના વાંકે નર્મદાની લાઈન પણ બંધ કરી દેવાઈ છે. રાજકોટ જિલ્લામાં કુલ 650 ગામ છે, એમાંથી 98 ગામમાં 20 ટકા કરતાં ઓછું રસીકરણ, જ્યારે 40 ગામમાં 10 ટકા કરતાં ઓછા લોકોએ રસી લીધી છે, જે સાબિત કરે છે કે સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ જિલ્લામાં અંધશ્રદ્ધા અને અફવાઓ કેટલું ઘર કરી ગઈ છે.

આ અફવાઓ અને અંધશ્રદ્ધા દૂર કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું, પણ પ્રજાના પ્રતિનિધિઓ પણ આ કામ કરવા આગળ ન આવ્યા, જેમ કે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું મૂળ ગામ જનડા છે, પણ તેઓ અમરાપુર ખાતેની સંસ્થામાં રહીને લોકોની સેવા કરે છે. આ અમરાપુરમાં 45 કરતાં વધુ લોકોના વેક્સિન માટે 786નો ટાર્ગેટ નક્કી કરાયો હતો, પણ પહેલો ડોઝ 139 અને બીજો ડોઝ માત્ર 38 લોકો લેવા આવ્યા અને 17 ટકા જેટલી જ કામગીરી થઈ ચૂકી છે. જ્યારે તેમના મૂળ ગામ જનડામાં પણ 40 ટકા જેટલું રસીકરણ થયું છે.

જનપ્રતિનિધિનાં ગામોની સ્થિતિ
રાજકોટ તાલુકાનું ગુંદા ગામ, જે ધારાસભ્ય અરવિંદ રૈયાણીનું છે. ગામના સરપંચે જણાવ્યું હતું કે ગામમાં 50 ટકા જેટલું રસીકરણ થયું છે. વીંછિયા તાલુકાનું જનડા ગામ કે જે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું છે, એ ગામના સરપંચે કહ્યું હતું કે ગામમાં 3 હજાર લોકો રહે છે અને 40 ટકા રસીકરણ શક્ય થઈ શક્યું છે.

પારડી ગામે કોરોના ભગાડવા શ્રીફળનાં તોરણ બાંધ્યાં, માત્ર 5 ટકા રસીકરણ
રાજકોટના લોધિકા તાલુકામાં આવેલું પારડી ગામ વિશાળ છે, એટલે આરોગ્ય કેન્દ્ર મુજબ ત્રણ ભાગ પાડ્યા છે. બે ભાગમાં 50 ટકા કરતાં વધુ રસીકરણ થયું છે, જ્યારે શીતળા માતા મંદિર વિસ્તારમાં 5 ટકા જેટલું માંડ રસીકરણ થયું છે. આ વિસ્તારોની શેરીઓમાં લોકોએ શ્રીફળનાં તોરણ બાંધ્યાં છે.

ભૂવાએ માતાજીનું કારણ બતાવી ના પાડી, અધિકારીએ પોણો કલાક સમજાવ્યા બાદ માત્ર 1 વ્યક્તિએ રસી લીધી
આરસીએચઓ મિતેશ ભંડેરીએ જણાવ્યું હતું કે ભૂવા માતાજીના નામે લોકોને ડરાવે છે કે રસીથી મરી જવાશે. લોકોને પોણા કલાક સમજાવ્યા હતા. આમ છતાં 4 વ્યક્તિમાંથી 1 વ્યક્તિએ રસી મુકાવી હતી.

ઉપલેટાના ગાધા અને સંધી કલારિયા ગામમાં એકપણ વ્યક્તિએ રસી નથી લીધી
ઉપલેટા તાલુકાના ગાધા ગામના સરપંચે જણાવ્યું હતું કે 125ની વસતિ ધરાવતા ગામમાં મજૂર લોકો વાડીમાં રહે છે, જેથી શહેરી વિસ્તાર સાથે કોઈ સંપર્ક ન હોવાથી કોરોના સહેજ પણ ન થાય એવું કહીને ગામના લોકોએ રસી લેવાની ના પાડી હતી. સંધી કલારિયા ગામમાં 750ની વસતિમાં એકપણ વ્યક્તિએ રસી લીધી નથી.

લોકો આ પ્રકારની અફવાઓ-ગેરમાન્યતાનો શિકાર

  • કોરોના જેવું કંઈ નથી.
  • રસી લીધા બાદ લોકો મરી જાય છે.
  • કોરોના શું બગાડી લેશે?
  • રસી લીધા બાદ કામ બગડી જાય છે.
  • અમે કંઈ ખોટું નથી કર્યું, તો રસી શું કામ લેવી?
  • કંઈ તકલીફ થઈ નથી, તો રસી શું કામ લેવી?
  • આ પ્રકારની અંધશ્રદ્ધા
  • ગામમાં કોરોના ન પ્રવેશે એ માટે શેરીઓમાં નાળિયેરંના તોરણ બાંધ્યાં.
  • માતાજી છે, એટલે કોરોના લોકોનું કંઈ નહીં બગાડે.
  • ભૂવાઓ કહે, માતાજીએ રસી મુકાવાની ના પાડી છે.
  • રોજા હોવાથી રસી ન લઈ શકાય.

ચોંકાવનારી હકીકત
મરી જઈશું એવી અફવા, 4 જિલ્લામાં અંધશ્રદ્ધાને કારણે ઓછું રસીકરણ

દિવ્ય ભાસ્કરે રાજકોટ, મોરબી, જામનગર અને દ્વારકા એમ ચાર જિલ્લાનાં ગામડાંમાં કરેલા સરવે દરમિયાન ચોંકાવનારી હકીકત બહાર આવી છે. ગામડામાં રહેતા મુસ્લિમ, માલધારી અને કોળી સમાજના લોકોમાંથી 50 ટકાથી વધુ લોકો રસી મુકાવવા જતા જ નથી અને કહે છે કે જો વેક્સિન લઇશું તો 10 મહિનામાં મરી જઈશું. અમુક પરિવારો સમાજના ભૂવા રસી લેવાની ના પાડતાં હોવાનું છડેચોક કહે છે. ધ્રોલ તાલુકાના સોયલ ગામમાં તો લઘુમતી સમાજના લોકો એવું કહે છે કે હિન્દુ અને મુસ્લિમ સમાજની અલગ-અલગ રસી હોય છે, માટે અમે આ રસી લેતા નથી.

સોયલ ગામના સરપંચના પતિ અલી અબ્દુલભાઈ ચાવડાને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેઓ કહે છે કે લોકોને સમજાવીએ છીએ, પરંતુ કોઈ રસી લેવા કે ટેસ્ટિંગ કરાવવા આવતું જ નથી. ઉપ-સરપંચ રાજુ દલસાણિયા કહે છે, લોકોને સમજાવ્યા ,પણ બેથી ત્રણ લોકોએ જ રસી લીધી છે. ગાંધીનગરી ભુંગા વિસ્તારમાં 6 હજારથી વધુની મુસ્લિમ વસતિમાંથી ભણેલા-ગણેલા લોકો રસી લેવા આવે છે, જે માત્ર 8-19 ટકા છે.