ઘર્ષણ:સિંહ જોવા લોકો મોડીરાત્રે ભાયાસર પહોંચ્યા, ઘર્ષણ થતાં પોલીસ બોલાવાઈ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં આવેલો સિંહ પરિવાર જંગલી પ્રાણી ઉપરાંત સીમમાં આવીને પાળતુ પશુઓના પણ મારણ કરે છે . - Divya Bhaskar
રાજકોટમાં આવેલો સિંહ પરિવાર જંગલી પ્રાણી ઉપરાંત સીમમાં આવીને પાળતુ પશુઓના પણ મારણ કરે છે .
  • 2500 એકરનો વીડી વિસ્તાર સિંહણને આવ્યો માફક: રોકાય તેવી શક્યતા
  • જંગલી ભૂંડ, નીલગાયના શિકાર ઉપરાંત બળદ અને વાછરડીનું મારણ કર્યું

રાજકોટ તાલુકાના ભાયાસર ગામે સિંહ પરિવારે ધામા નાખ્યા છે. પરિવારની મોભી એવી સિંહણને આ વિસ્તાર માફક આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન ગુરૂવારની મોડીરાત્રે લોકો સિંહ જોવા માટે ભાયાસર ગામ પહોંચી ગયા હતા. વીડી વિસ્તારમાં અલગ અલગ ગ્રૂપ બનાવીને સિંહને શોધવા આવેલા ટોળાઓને કારણે વનવિભાગનું કામ અઘરું બની ગયું હતું. ક્યાંક ઘર્ષણ પણ થતા કંટાળીને પોલીસ બોલાવવી પડી હતી ત્યારબાદ ટોળાં વિખાયા હતા. રાજકોટના ડીએફઓ રવિપ્રસાદના જણાવ્યું હતું કે બંને વચ્ચે અંતર જ રાખવું જરૂરી છે તેના માટે વનવિભાગ સતત લોકોને સમજાવી રહ્યું છે. ભાયાસરના સરપંચ વજુભાઈએ જણાવ્યું હતું કે અલગ અલગ જગ્યાએથી લોકોના ટોળાં ગામે આવતા ગામ લોકો પણ ચિંતામાં મુકાયા હતા. ભાયાસર ગામમાં 2500 એકરથી વધુમાં વીડી વિસ્તાર છે તેથી સિંહને વાતાવરણ માફક આવ્યું હોય તેવી શક્યતા છે.

જ્યા પણ મારણ થાય ત્યાં તુરંત કરાતાં રોજકામ
સિંહ જ્યારે રેવન્યૂ વિસ્તારમાં આવી ચડી માલિકીના પશુઓનો શિકાર કરે ત્યારે વનવિભાગ તેમાં વળતર ચૂકવે છે. જો કે તેના માટે રોજકામ કરવું પડે છે રાજકોટમાં આવેલો સિંહ પરિવાર જંગલી પ્રાણી ઉપરાંત સીમમાં આવીને પાળતુ પશુઓના પણ મારણ કરે છે જેથી જ્યાં પણ મારણ કર્યાની વિગત આવે એટલે તુરંત જ વન વિભાગનો સ્ટાફ પહોંચી રોજકામ કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...