એડવાન્સ બુકિંગ:90 દિવસમાં ફરવા માટે સૌરાષ્ટ્રના લોકો રૂ.50 કરોડ ખર્ચી નાખશે, ટ્રેનમાં જૂન મહિના સુધીનું વેઇટિંગ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાસ્કર વિશેષ |બે વર્ષ બાદ લોકો મન મૂકીને ફરશે, ઉનાળાની શરૂઆતમાં જ બુકિંગ ફુલ થઇ ગયા

કોરોના બાદ પહેલી વખત હવે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે મંજૂરી મળી ગઈ છે. કોરોનાના બે વર્ષને કારણે રાજકોટના લોકોએ ફરવા જવાનું ટાળ્યું હતું, પરંતુ આ વખતે લોકોએ મન મૂકીને ફરવા જવાનું મન મનાવી લીધું છે. સમર વેકેશનમાં ફરવા જવા માટે સૌરાષ્ટ્રના લોકો અંદાજિત રૂ. 50 કરોડ ખર્ચી નાખશે. ટ્રેનમાં ચાર મહિના પહેલા એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. જ્યારે હજુ બે મહિના સુધીનું વેઈટિંગ જોવા મળી રહ્યું છે.

ઉનાળાની શરૂઆતમાં જ ફરવા લાયક સ્થળોએ હોટેલ, બુકિંગ વગેરે હાઉસફુલ થઇ જતા નવા બુકિંગ લેવાની ના પાડવી તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે. અંદાજિત બે વર્ષ બાદ પહેલી વાર આવું ચિત્ર જોવા મળી રહ્યા હોવાનું ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલક વલ્લભભાઇ અમીપરા જણાવે છે.

વધુમાં તેના જણાવ્યાનુસાર અત્યારે જમ્મુ-તાવી, દિલ્હી, ઉત્તરાખંડ, હરિદ્વાર જતી તમામ ટ્રેનમાં ચાર મહિના પહેલા જ બુકિંગ થઇ ગયું છે અને હજુ જૂન મહિના સુધી કોઇ બુકિંગ મળે તેમ નથી. ભારત દેશમાં જ ફરવા માટે આ વખતે લોકોએ શ્રીનગર, ચંદીગઢ જવાનું સૌથી વધુ પસંદ કર્યું છે. મોટા ભાગે લોકોએ પરિવાર સાથે જવાનું વધુ પસંદ કર્યું છે.

આ સિવાય બિઝનેસ ડીલ માટે જનારો વર્ગ અત્યારે સૌથી વધુ જાય છે. તેમ ટ્રાવેલ્સ સંચાલકો જણાવે છે. જો કે વધુમાં ટ્રાવેલ્સ સંચાલકોના જણાવ્યા અનુસાર જ્યાં હોટેલ મળે છે તેવા શહેરોમાં આવતી જતી ટ્રેન અને ફ્લાઇટ મળતી નથી અને જે શહેરની ફ્લાઇટ - ટ્રેન ક્નેક્ટિવિટી છે ત્યાં હોટેલ હાઉસફૂલ જોવા મળી રહી છે.

કનેક્ટિવિટી પહેલાના ભાડાહાલના ભાડા
અમદાવાદ- શ્રીનગર10,00021,000
અમદાવાદ- ચંદીગઢ10,00021,000
રાજકોટ- દિલ્હી3500-40006000
રાજકોટ- મુંબઈ3500- 40006000
રાજકોટથી ગોવા6 થી 7 હજાર11 હજારથી વધારે

નોંધ- ભાડા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકોના જણાવ્યાનુસાર

ઈન્ટરનેશનલ ફ્લાઇટના ભાડા ઓછા, ધસારો ઓછો
અત્યારે ફરવા જવા માટે સૌથી વધુ ધસારો ડોમેસ્ટિક ફ્લાઇટમાં છે. જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઈટના ભાડા ઓછા છે આમ છતાં હજુ તેમાં ધસારો ઓછો છે. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલક કહે છે કે, આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે લોકો વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવે છે.

અન્ય સમાચારો પણ છે...