• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • People Of Rajkot On Night Curfew Said This Decision Of The Government Is Very Right, People Should Not Go Out Of The House Without Work

જનતાનો મિજાજ:રાત્રિ કર્ફ્યુ પર રાજકોટના લોકોએ કહ્યું- સરકારનો આ નિર્ણય ખૂબ જ યોગ્ય છે, કામ વગર લોકો ઘરની બહાર ન નીકળે

રાજકોટ7 મહિનો પહેલા
ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ - સ્થાનિક
  • સૌ કોરોનાને હરાવીએ તેવી હું અપીલ કરું છું - રાજકોટ પોલીસ કમિશનર

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતીકાલ તા.17 માર્ચ 2021થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કર્ફ્યુ 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. આ અન્વયે રાજકોટની જનતાએ DivyaBhaskar સાથે રાત્રિ કર્ફ્યુ અંગેના વિચારો વ્યક્ત કર્યા હતા. લોકોએ જણાવ્યું હતું કે, સરકારનો આ નિર્ણય ખૂબ જ યોગ્ય છે. કામ વગર ઘરની બહાર નીકળવાની જરૂર નથી.

કામ વગર ઘરની બહાર નીકળવાની જરૂર નથી
ડો. દીપક પીપળીયાએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, સરકારનો આ નિર્ણય ખૂબ જ યોગ્ય છે. કારણ કે લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા જોવા મળ્યા હતા. રાત્રિ કર્ફ્યુના કારણે મોટા મેળાવડામાં લોકો જે રીતે હરીફરી રહ્યાં હતા તેને ટાળી શકાય છે. એક રીતે જોઈએ તો રાત્રિ કર્ફ્યુના કારણે ભવિષ્યમાં થોડો સુધારો જોવા મળશે. લોકોએ જાગૃત થવાની જરૂરિયાત છે. કામ વગર ઘરની બહાર નીકળવાની જરૂર નથી. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાની જરૂર છે.

સરકારનો આ નિર્ણય ખૂબ જ યોગ્ય છે - સ્થાનિક
સરકારનો આ નિર્ણય ખૂબ જ યોગ્ય છે - સ્થાનિક

સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી
રાજકોટના અન્ય એક નાગરિકે જણાવ્યું હતું કે, ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. હાલ લોકડાઉન કરવું એ સરકાર માટે બહુ અઘરો વિષય છે. તો જે 10થી 6નું રાત્રિ કર્ફ્યુ છે તેનું પાલન કરવું જોઈએ. હું તો મારી સાથેના સૌને વિનંતી કરું છું કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, માસ્ક પહેરો અને સમયાંતરે હાથ ધોવા જરૂરી છે.

રાત્રી કર્ફ્યુ અંગે રાજકોટ પોલીસ કમિશ્નરનું નિવેદન
રાત્રી કર્ફ્યુ અંગે માહિતી આપતા રાજકોટ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સૂચના મુજબ કરાવવામાં આવશે રાત્રી કર્ફ્યુની અમલવારી કરાવવામાં આવશે. એ માટે રાત્રીના 10 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. તો સૌ રાજકોટવાસીઓને વિનંતી છે કે તેઓ આ કર્ફ્યુમાં સહકાર આપે. 18 તારીખે કોરોના વાયરસના પ્રથમ કેસ આવ્યાને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે, ત્યારે કોવિડ ગાઇડલાઇનનું પાલન કરી આપણે સૌ કોરોનાને હરાવીએ તેવી હું અપીલ કરું છું.

સૌ કોરોનાને હરાવીએ તેવી હું અપીલ કરું છું - રાજકોટ પોલીસ કમિશનર
સૌ કોરોનાને હરાવીએ તેવી હું અપીલ કરું છું - રાજકોટ પોલીસ કમિશનર

રાત્રિ કર્ફ્યુનો નિર્ણય યોગ્ય છે
દીપકે મદલાણીએ જણાવ્યું હતું કે, આ રાત્રિ કર્ફ્યુ આવશ્યક છે, કારણ કે નિયમોનું પાલન કરવાની જવાબદારી પ્રજાની છે. જો લોકો કોરોનાની આ મહામારીમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ નહીં કરે તો ફરી કોરોના ફેલાશે. આ રાત્રિ કર્ફ્યુનો નિર્ણય યોગ્ય છે, જેથી કોરોના કેસ નિયંત્રણમાં આવશે.