તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂચન:નદી તટ પર રહેતા લોકોને માલઢોર અને તેના વાડા દૂર કરવા સૂચના અપાઈ

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં જે કોઈ જર્જરિત મકાનમાં લોકો રહેતા હોય તો તેઓને સુરક્ષિત સ્થળ પર ખસેડાશે

ચોમાસું પૂર્વે વહીવટી અને પંચાયત વિભાગ દ્વારા દરેક તકેદારી ગ્રામ્ય સ્થળ પર લેવામાં આવતી હોય છે, જેથી કોઈ લોકો કે જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય તો તેઓને કોઈ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે. આ મુદ્દાને ધ્યાને લઇ ચોમાસા પૂર્વે જ રાજકોટ સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે નદી તટ પર રહેતા માલ-ઢોર અને તેના વાડને દૂર કરવા સૂચના અપાઈ છે. જેથી કોઈપણ સંજોગોમાં માલઢોરને કોઈ નુકસાન ન પહોંચે. આજી 2 નદી ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારના ગામડાંઓને સુરક્ષિત સ્થળે ખસેડવા અને ખતરારૂપ વિસ્તારમાં પ્રવેશ ન કરવા પણ જણાવ્યું છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા આજી 2 ઓવરફલો થતા જિલ્લાના એવા તમામ ગામોના લોકો કે જે નદી તટ પર રહેતા હોય કે પછી લોકોના માલઢોર વાડમાં હોય તેઓને સુરક્ષિત સ્થળ પર ખસેડવાની સૂચના અપાઈ છે. એટલુ જ નહિ જિલ્લાના જે કોઈ જર્જરિત મકાનો હોય તેમાં રહેતા લોકોને પણ તાકીદ કરવામાં આવી છે કે, તેઓ પણ આ મકાનો છોડી સુરક્ષિત જગ્યા પર વસવાટ કરે, અને જે લોકો પાસે આ પ્રકારની વૈકલ્પિક સુવિધા ન હોય તો તેમના માટે ગામડાની શાળાઓમાં આશ્રય સુવિધા ઉપલબ્ધ કરવા જણાવ્યું છે.

ચોમાસામાં દરમિયાન ગામડાને અને લોકોને ઓછામાં ઓછુ નુકસાન થાય તે માટે હાલ પાણી પહેલા પાળ બાંધવામાં આવી રહી છે. અને ગામના સરપંચોને પણ સૂચના અપાઈ છે કે, આફત પૂર્વે દરેક લોકોને સુરક્ષિત કરવામાં આવે. અને ખૂટતી તમામ ચીજ-વસ્તુઓને પૂરી પાડવા પણ તાકીદ કરવામાં આવી છે. જે ચોમાસ પૂર્વેજ બધાજ ગામો જ્યાં વારસદથી અસર થઇ શક્તિ હોઈ તે ન થાય.

અન્ય સમાચારો પણ છે...