તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં ગુજરાતી ફિલ્મ “હું મારી વાઈફ ને એનો હસબન્ડ”નું શૂટિંગ ચાલી રહ્યું છે તેમાં બોલિવૂડ સ્ટાર જ્હોની લીવર અને ટારઝન ધ વન્ડર કારનો હીરો વત્સલ શેઠ પણ ભાગ ભજવી રહ્યો છે. આ તકે લોકચાહના મેળવનાર અને હાસ્ય ક્ષેત્રે બોલિવૂડમાં લોકોને મંત્રમુગ્ધ કરનાર જહોની લીવર સાથે વાતચીત પણ કરવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને અત્યંત માઠી અસરનો સામનો કરવો પડ્યો છે અને છેલ્લા લાંબા સમયથી ફિલ્મો પ્રદર્શિત ન થતા ઘણા કલાકારો તથા સપોર્ટ સ્ટાફને જીવન જીવવા માટે પણ તકલીફ પડી છે.
વધુમાં તેઓએ માહિતી આપી હતી કે, આગામી સમયમાં બોલિવૂડમાં ઘણા ઉતાર ચડાવ જોવા મળશે. હાલ આ ક્ષેત્રમાં સ્પર્ધા પણ વધી ગઈ છે, ત્યારે આ ઇન્ડસ્ટ્રીમાં જે નવા ટેલેન્ટ આવી રહ્યા છે, તે પોતાની આપસુજના બદલે ટેક્નિકલ રૂપે આગળ વધે છે, જે રસ્તો અત્યંત કઠોર છે, કારણ કે, જો પ્રેક્ષકો અભિનયને નહિ વખાણે તો કરેલી ગમે તેટલી મહેનત એળે જાશે અને હાલ ફિલ્મોના બજેટ પણ કરોડોમાં જોવા મળી રહ્યા છે, અને ફિલ્મો ફ્લોપ પણ એટલી જ થાય છે.
જહોની લીવરે અંતમાં એમ પણ કહ્યું હતું કે, તેમના કાર્યકાળમાં ઘણા ઉતર ચડાવ આવ્યા છે, પણ તેઓને જે પાત્ર મળ્યું હોઈ તેમાં તે ગળાડૂબ થઇ જતા હોઈ છે અને લોકોને મહતમ પાત્ર સાથે જોડી રાખવા અને તેમને હસાવવા માટે મહેનત પણ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, જયારે તે કોઈ નરસા પ્રસંગમાં જાય અને લોકો તેમને જોઈ ખડખડાટ હસે તો કહી શકાય અને તેને જ સફળતા માની શકાય.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.