ચીનીઓ ભારતીયોના માર્ગે...:ચીનમાં ભણતા રાજકોટના વિદ્યાર્થીએ કહ્યુ કે, ‘વુહાનમાં લોકો કોરોનાથી બચવા યોગ અને ઘરેલુ ઉપચારથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે’

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોરોનાનો પ્રથમ કેસ ચીનના વુહાનમાં નોંધાયો હતો. હાલ અત્યારે આખા ચીનમાં પરિસ્થિતિ કાબૂમાં આવી છે. કોરોના પછી વુહાનના લોકો યોગ, કસરત અને ઘરેલુ ઉપચારથી પોતાની આરોગ્ય શક્તિ વધારી રહ્યા છે. વેક્સિનેશન અને તકેદારીથી અહીંનું જીવન સામાન્ય બન્યું છે. અત્યારે શાળા, કોલેજ, માર્કેટ, ટૂરિઝમ, વાહન વ્યવહાર વગેેરે પૂર્વવત બન્યું છે. કોરોનાએ લોકોના જીવનમાં પરિવર્તન લાવી દીધું છે. સ્વસુરક્ષા માટે લોકોમાં જાગૃતતા આવી છે. વૈશ્વિક મહામારીથી બચવા સરકારના માર્ગદર્શન અને નિયમોનું કડકડાઈ પૂર્વક અમલ કરી કોરોનાના કેસ નહીંવત બન્યા છે.

ચીનની ઇકોનોમીને અસર થઈ
કોરોનાનો જે ડર હતો એ હવે રસીકરણ અને સરકારની યોગ્ય કામગીરીને કારણે તે ઓછો થયો છે. કોરોનાની વેક્સિન પણ પૂરતા પ્રમાણમાં મળી રહી છે. કોરોના તબીબી વિજ્ઞાન માટે પડકાર રૂપ બની રહ્યું. આ મહામારીમાં અહીંના લોકો પોતાની જાતને કેવી રીતે બચાવવી તે શિખ્યા છે. લોકોએ હેન્ડવોશ, સોશિયલ ડિસ્ટન્સ જેવા પ્રાથમિક પગલાંઓથી કોરોનાની મહામારીમાં જીત હાંસલ કરી છે.કોરોનાની મહામારી દરમિયાન લોકોએ તકેદારી રાખતા હવે લોકો માસ્ક વગર શહેરી વિસ્તારમાં ફરી શકે છે. કોરોનાની વેક્સિન પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. જોકે બીજા દેશના નાગરિકોને ચીનમાં જવું અઘરું બન્યું છે. કોરોના દરમિયાન એ સૌથી સારું રહ્યું કે, દેશના દરેક નાગરિકોના સાથથી કોરોનાને હરાવવા ચીન સફળ દેશ બન્યો છે, પરંતુ આ મહામારીને કારણે દેશની ઈકોનોમીને અસર પડી છે.

અન્ય સમાચારો પણ છે...