રાજકોટમાં ટ્રાફિકજામ:ખરીદી માટે લોકો બજારમાં, જૂના રાજકોટમાં ટ્રાફિકજામ, 30 થી 45 મિનિટ સુધી લોકો ફસાયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરના ઢેબર રોડ પર વાહનોની કતાર લાગી હતી. અહીંથી પસાર થતાં વાહન ચાલકો ટ્રાફિકમાં 20 મીનિટ સુધી ફસાયા હતા. નાગરિક બેંક ચોક, કરણપરા સહિતના રસ્તા પર પણ આવી સ્થિતિ હતી. - Divya Bhaskar
શહેરના ઢેબર રોડ પર વાહનોની કતાર લાગી હતી. અહીંથી પસાર થતાં વાહન ચાલકો ટ્રાફિકમાં 20 મીનિટ સુધી ફસાયા હતા. નાગરિક બેંક ચોક, કરણપરા સહિતના રસ્તા પર પણ આવી સ્થિતિ હતી.
  • લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ભૂપેન્દ્ર રોડ, કોર્પોરેશન ચોક સહિતના વિસ્તારોમાં વાહનો ફસાયા
  • દિવસ દરમિયાન પોલીસ કન્ટ્રોલરૂમ​​​​​​​ પર ટ્રાફિકમાં ફસાયા અંગેના 25 ફોન રણક્યા

દિવાળીનો તહેવાર શરૂ થતાં બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે, લોકો ખરીદી માટે શહેરની મુખ્ય બજાર ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ગુંદાવાડી સહિતની બજારો ઘૂમી રહ્યા છે, સોમવારે સવારથી જૂના રાજકોટ વિસ્તારના મહત્તમ રોડ પર વાહનોના થપ્પા જોવા મળતા હતા.

ભૂપેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક, નાગરિક બેંક ચોક, કરણપરા, કોર્પોરેશન ચોક, ભૂતખાના ચોક વિસ્તારમાં લોકો અડધો કલાકથી પોણો કલાક સુધી ફસાયા હતા, ગલીમાંથી મુખ્યમાર્ગમાં આવતા જ ફરીથી ટ્રાફિકજામમાં ફસાઇ જતા હતા. રાજેશ્રી સિનેમા પાસે રહેતા મહેશભાઇ ગમારાએ જણાવ્યું હતું કે, સાંજે કોર્પોરેશન ચોકથી રાજેશ્રી પહોંચવામાં 40 મિનિટનો સમય વિત્યો હતો, પોલીસ કન્ટ્રોલરૂમના ઇન્ચાર્જે કહ્યું હતું કે, ટ્રાફિકજામ અંગે 25 કોલ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...