તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આધ્યાત્મિક સંદેશ:લોકોને આત્મા તરીકે તેમની સાચી ઓળખનો અહેસાસ કરાવ્યો છે: ગોપાલક્રિષ્ના ગોસ્વામી મહારાજ

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જન્માષ્ટમી નિમિત્તે ઇસ્કોનના વિશ્વભરના 800થી વધુ મંદિરના વડા ગોપાલક્રિષ્ના ગોસ્વામી મહારાજે ‘દિવ્ય ભાસ્કર’ના વાચકો માટે ખાસ આધ્યાત્મિક સંદેશ લખ્યો
  • જન્માષ્ટમી એ અજન્મા કૃષ્ણની જન્મજયંતીનો દિવ્ય તહેવાર છે

એચ.એચ.ગોપાલક્રિષ્ના ગોસ્વામી મહારાજ, ચેરમેન, ઇસ્કોન ઇન્ડિયા ગવર્નિંગ બોડી કમિશનના જણાવ્યા અનુસાર સનાતન ધર્મમાં, તહેવારો ઉજવવાની પરંપરા અનાદિકાળથી અસ્તિત્વમાં છે, કારણ કે આ તહેવારો તે ચોક્કસ સમયગાળા, ઘટના, લીલા અને સંબંધિત વ્યક્તિના ગુણોની યાદ અપાવે છે. જન્માષ્ટમી એ અજન્મા ભગવાન કૃષ્ણની જન્મજયંતીનો દિવ્ય તહેવાર છે. શ્રીકૃષ્ણ, જે પરમ સર્વોચ્ચ ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, બધા ભગવદ અવતારોના મૂળ છે, મથુરાધામમાં સાડા પાંચ હજાર વર્ષ પહેલા ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષના આઠમા દિવસે બુધવારે પ્રગટ થયા હતા. તે માતા દેવકીના ગર્ભમાંથી મામા કંસની જેલમાં અવતર્યા હતા. તેમના પિતા વસુદેવ હતા અને તેમનો ઉછેર ગોકુલમાં નંદ-યશોદાના ઘરે થયો હતો.

ખરેખર ભગવાન અજન્મા છે. તેઓ ભૌતિક જગતમાં આત્માઓની જેમ જન્મ લેતા નથી, પરંતુ તેઓ તેમના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થાય છે. ભગવદ ગીતા દ્વારા ભગવાન શ્રીકૃષ્ણએ લોકોને આત્મા તરીકે તેમની સાચી ઓળખનો અહેસાસ કરાવ્યો, તેમને પરબ્રહ્મના દિવ્ય સ્વરૂપથી વાકેફ કર્યા, વર્ણાશ્રમ ધર્મનું મહત્વ સ્થાપિત કર્યું, કર્મ, વિકર્મ અને આકર્મ દ્વારા કરી શકાય અને ન કરી શકાય તેવું જ્ઞાન આપ્યુ. કર્મયોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ અને ભક્તિ યોગ દ્વારા, કેવી રીતે વ્યક્તિ તેની અંતિમ સુખાકારી માટે જીવન અને મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈ શકે છે.

ધર્મ, અર્થ, કામ, મોક્ષ સાથે મળીને પંચમ પુરુષાર્થ સાથે - ભગવાનની ભક્તિનું યોગ્ય જ્ જ્ઞાન આપ્યું. તેમણે ગુરુ-શિષ્ય પરંપરાને પુનર્જિવિત કરીને વૈદિક જ્ઞાન પ્રસારનો માર્ગ મોકળો કર્યો. જન્માષ્ટમીના તહેવાર પર ભગવાન શ્રીકૃષ્ણના અદ્દભુત લીલાઓ ને યાદ કરીને, અમે તેમનો આશ્રય લઈએ છીએ, અને પ્રાર્થના કરીએ છીએ કે તે આપણા બધા પર તેમની દયાળુ કૃપા વરસાવે. જેથી આપણે બધા ભક્તિના માર્ગ પર ચાલીને તેમની સેવા કરી શકીએ. જન્માષ્ટમી પર્વની જય !!!

અન્ય સમાચારો પણ છે...