રાજકોટના વોર્ડ નં.13ના અમરનગરમાં છેલ્લા એકથી દોઢ મહિનાથી દૂષિત પાણી વિતરણ થતું હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે. જ્યારે છેલ્લા પાંચથી છ દિવસથી અતિ દૂષિત પાણી આવતું હોવાથી આજે મહિલાઓ રસ્તા પર ઉતરી વિરોધ કર્યો હતો. ગંદા પાણીને કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ સ્થાનિક લોકોમાં સતાવી રહી છે.
ગંદા પાણીને લઇ અનેકવાર રજુઆત કરી
ગંદા પાણીને કારણે અમરનગર વિસ્તારમાં લોકોને હાલાકી પડી રહી છે. મહિલાઓએ મનપા દ્વારા ચોખ્ખુ પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. છેલ્લા 5થી 6 દિવસથી અતિ ગંદુ પાણી આવી રહ્યું છે. આ અંગે સ્થાનિકોએ અનેકવાર રજુઆત કરી પણ કોઈ નિરાકરણ ન આવતા આજે મહિલાઓે વિરોધ કર્યો હતો. બીજી તરફ પાણીની પાઈપલાઈન તૂટે છે અને હજારો લીટર પાણી રસ્તા પર વહી જાય છે.
દૂધસાગર રોડ પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ
એક તરફ અમરનગરમાં ગંદા પાણીને કારણે મહિલાઓએ વિરોધ કર્યો તો બીજી તરફ શહેરના દૂધસાગર રોડ પર PGVCL ઓફિસ પાસે પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું છે આથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. પાઇપલાઇનમાં ભંગાણ થતા રસ્તા પર પાણીની નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.