તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાયમી સમસ્યા:રાજકોટમાં બહુમાળી ભવનમાં કતારોમાં ઊભા રહી લોકો કંટાળ્યા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બહુમાળી ખાતે જાતિના દાખલા માટે લાંબી કતારો લાગી હતી. માગ્યા મુજબ ડોક્યુમેન્ટ આપવા છતાં લોકોને જાતિનો દાખલો ન મળતા લોકો બબ્બે ધક્કા ખાઈને કંટાળ્યા છે. વિદ્યાર્થીઓના એડમિશન માટે જાતિના દાખલાની જરૂર પડતી હોય છે. જેથી બહુમાળી ખાતે વાલીઓની લાંબી લાઈનો લાગે છે. રજૂ કરવાના થતા તમામ પુરાવા કે ડોક્યુમેન્ટ આપવા છતાં કોઈને કોઈ ખામી કાઢવામાં આવતી હોવાનું અરજદારો જણાવી રહ્યાં છે. કેટલાક લોકો એવા પણ આવે છે જે આ ભીડ જોઈને જ પરત ફરવા મજબૂર છે.

હું ભણ્યો જ નથી છતાં મારું લિવિંગ સર્ટિ. માગે શું કરવું?
કાલાવડ રોડ પર રહેતા પ્રદીપભાઈ વડસખા જણાવે છે કે, જાતિનો દાખલો કાઢવા આવ્યો છું. કાગળો પૂરા પાડવા છતાં દાખલો નથી આપતા અને જે ન હોય તેવા ડોક્યુમેન્ટ માગે છે. હું ભણ્યો જ નથી છતાં મારું લિવિંગ સર્ટિ. માગે છે તે કેવી રીતે આપી શકું? મેં મારા દીકરાનું અને દીકરીનું લિવિંગ સર્ટિ. પણ આપ્યું તો કહ્યું એ માન્ય નથી.

વિકલાંગની સાથે દાખલો કાઢવા આવ્યો ક્યારે મળશે ખબર નહીં!
ગંજીવાડા વિસ્તારમાંથી આવતા રફિકભાઈ જણાવે છે કે, હું એક હેન્ડિકેપની સાથે દાખલો કઢાવવા આવ્યો છું. સવારથી આવીને લાઈનમાં ઊભા છીએ અને બપોરના 1 વાગવા છતાં એક દાખલો નથી નીકળી શક્તો. હાથ-પગ હોવા છતાં અમે થાકી ગયા તો આ હેન્ડિકેપની શું હાલત હશે?

અન્ય સમાચારો પણ છે...