મેડિસિન બેંક:લોકો વધારાની દવા આપે છે, ગરીબને વિનામૂલ્યે મળે છે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેડિસિન બેંક માનવ સેવા ફાઉન્ડેશનનું સેવાકીય અભિયાન

જેમ રાજકોટમાં નાણાંની લેવડ-દેવડ માટે બેંક, બ્લડ લેવા-આપવા માટે બ્લડ બેંક કાર્યરત છે તેવી જ રીતે રાજકોટમાં મેડિસિન બેંક આવેલી છે. જ્યાં લોકો પોતાની પાસે રહેલી વધારાની અને વપરાશ વગરની દવા હોય તે આપી જાય છે અને જરૂરિયાતમંદ તેમજ ગરીબ દર્દી હોય તેમને વિનામૂલ્યે દવા મળે છે. ગરીબ દર્દીઓને મોંઘી રકમની દવા ન ખરીદવી પડે અને તેને પૈસાના અભાવે તેની કોઈ સારવાર અટકે નહિ તે માટે મેડિસિન બેંક માનવ સેવા ફાઉન્ડેશન દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

આ અંગે વધુ માહિતી આપતા ફાઉન્ડેશનના પ્રમુખ મહેન્દ્રભાઈ વ્યાસ જણાવે છે કે, આ બેંકમાં તાવ, શરદી-ઉધરસ, બીપી, ડાયાબિટીસ વગેરે રોગની દવા આપવામાં આવે છે. અહીં જે દવા આપી જાય છે તેના નામ-નંબરની નોંધણી કરવામાં આવે છે. સૌથી પહેલા તો જોવામાં આવે છે કે આ દવા એક્સપાયરી ડેટની તો નથી ને? તેમજ તે ક્યા રોગમાં ઉપયોગી બનશે તે સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવે છે.

ત્યારબાદ જ દવા સ્વીકારાઈ છે. જે દવા લેવા આવે છે તેના પ્રિસ્ક્રિપ્શનની ચકાસણી કરાય છે અને ત્યારબાદ તેની જરૂરિયાત મુજબની દવા આપવામાં આવે છે. અત્યાર સુધી 200થી વધુ લોકોને દવાની સહાય પૂરી પાડવામાં આવી છે. રાજકોટમાં મેડિસિન બેંક માનવ સેવા ફાઉન્ડેશન, મોચીબજાર, ચર્ચની સામે જ્યુબિલી શાકમાર્કેટ રોડ ખાતે કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...