તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાણવાયુની તંગી બાદ પરિવર્તન:રાજકોટમાં વૃક્ષારોપણ માટે લોકો આગળ આવ્યા, કોઈ ખર્ચ ભોગવે છે તો કોઈ જમીન આપે છે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવિ પેઢીને પર્યાવરણનો વારસો મળે તે માટે યુવા પેઢી અને પ્રૌઢ જાગૃત થયા

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની તંગી સર્જાતા લોકોને પ્રાણવાયુની કિંમત સમજાઈ છે. હવે પ્રાણવાયુ બચાવવા અને બનાવવા માટે લોકોમાં પરિવર્તન આવ્યું છે. વૃક્ષારોપણ વધુ થાય તે માટે કોઇ પોતાની જમીન આપી રહ્યા છે તો કોઇ વૃક્ષારોપણનો ખર્ચ ઉઠાવી રહ્યા છે. વૃક્ષારોપણ કરતી સંસ્થાને બે દિવસમાં રાજકોટમાં રૂ.2 લાખનું અનુદાન મળ્યું છે. ભાવિ પેઢીને પર્યાવરણનો વારસો મળી રહે તે માટે 40 થી 50 વર્ષના લોકો વૃક્ષારોપણ માટે સૌથી વધુ તૈયારી બતાવે છે.

કેટલાકે વૃક્ષારોપણની તૈયારી કરી
નવરંગ નેચર ક્લબના પ્રમુખ વી.ડી.બાલા જણાવે છે કે, ભય વિના પ્રીતિ નહિ એ ઉક્તિ કોરોનાની મહામારી બાદ સાચી સાબિત થઇ છે. ચોમાસા પહેલા જ વૃક્ષારોપણ માટે તૈયારી શરૂ કરી દીધી છે. ફળફળાદી વૃક્ષની ડિમાન્ડ વધારે છે. જેમાં સીતાફળ, આસોપાલવ, કરંજ વગેરે જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે.

અલગ અલગ પ્રસંગોમાં વૃક્ષારોપણ કરે છે
રાજકોટમાં રહેતા એક શિક્ષિકાએ પોતાના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ માટે રૂ. 5 હજારનું અનુદાન આપ્યું તો એક યુવાનના માતાનું નિધન થતા તેને તેની યાદમાં પોતાની જમીનમાં 1 હજાર વૃક્ષ વાવેતર માટેનો સંકલ્પ લીધો છે. આ સિવાય પુણ્યતિથિ, જન્મદિન, મેરેજ એનિવર્સરી વગરે માટે વૃક્ષારોપણ કરી રહ્યા છે. ​​​​​​​પહેલા લોકો માત્ર વૃક્ષારોપણ કરીને સંતોષ માની લેતા હતા, પરંતુ હવે પ્લાનિંગ સાથે વાવેતર કરે છે તે સૌથી મોટું પરિવર્તન જોવા મળ્યું છે. અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય સુધી પહોંચી શકાય એ માટે એક ગામમાં 1 હજાર રોપાનું વિતરણ અને વાવેતર કરશે.

વૃક્ષારોપણ કર્યા બાદ આ રીતે તેનું જતન કરવું
ચોમાસાને એક મહિનાની વાર છે ત્યારે વૃક્ષારોપણ માટે અત્યારથી જ પ્લાનિંગ કરી લેવું જોઈએ. સૌથી પહેલા જગ્યા નક્કી કરવી જોઇએ. જો ફળિયામાં જ વૃક્ષારોપણ કરવું હોય તો સૌથી પહેલા એ વૃક્ષ કેટલું મોટું થશે? કેટલા સમયે મોટું થશે એ બધી બાબતો વિચારવી જોઈએ. ફળિયામાં સીધા રોપાનું વાવેતર કરવું તેમજ કમજોર વૃક્ષ કે જે સામાન્ય પવનમાં પણ ભાંગી પડતું હોય તેવા વૃક્ષનું વાવેતર ટાળવું જોઇએ. તેમ વી.ડી.બાલા જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...