• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • People Are Suffering From Inflation, BJP Is Busy, Facilities Like 5 Star Hotel In 3 Days Training Classes Of The Organization, Cost Of 8 10 Lakhs

ભાજપની મોજ:પ્રજા મોંઘવારીમાં ત્રસ્ત, ભાજપ મોજમાં વ્યસ્ત, પ્રશિક્ષણ વર્ગોમાં ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધા, 8-10 લાખનો ખર્ચ

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવી રહયો છે - Divya Bhaskar
લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવી રહયો છે
  • પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું આબેહુબ કટઆઉટ સાથે કાર્યકર્તાઓ સાથે ફોટા પડાવ્યા

પેટ્રોલ - ડિઝલ સહિતની જીવન જરુરીચીજોમાં આકરા ભાવવધારાથી આજે સામાન્ય લોકોને ઘરનું ગુજરાન કેમ ચલાવવુ તેની ચિંતા સતાવી રહી છે મોંઘવારીએ માઝા મુકી છે ત્યારે ગુજરાત ભાજપ સંગઠનનાં જુદા જુદા શહેરોનાં ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ સાથે પ્રશિક્ષણનાં વર્ગો શરુ થયા હોવાથી આ મૂદો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં સંગઠનના 3 દિવસના પ્રશિક્ષણનાં વર્ગોમાં ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અને તેની પાછળ અંદાજે રૂ.8થી 10 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું આબેહુબ કટઆઉટ સાથે કાર્યકર્તાઓ સાથે ફોટા પડાવ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું આબેહુબ કટઆઉટ સાથે કાર્યકર્તાઓ સાથે ફોટા પડાવ્યા
ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ સાથે પ્રશિક્ષણનાં વર્ગો શરુ
ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ સાથે પ્રશિક્ષણનાં વર્ગો શરુ

8-10 લાખનો ખર્ચ થવાનો અંદાજ છે
સૌરાષ્ટ્રમાં સાસણ નજીકનાં એક રિસોર્ટમાં ભાજપ સંગઠનનાં પ્રશિક્ષણનાં વર્ગો ચાલી રહયા છે. 200 -250 લોકોની હાજરીમાં ત્રણ - ત્રણ દિવસનાં વર્ગો યોજાઈ રહયા છે. રાજકોટ શહેર ભાજપનાં વર્ગો પુરા થયા બાદ તા.25,26 અને 27 સુધી રાજકોટ જિલ્લા ભાજપનાં પ્રશિક્ષણ વર્ગો શરુ થયા હતા.. મોરચા - સેલનાં હોદેદારો અને જિલ્લા પંચાયતનાં સભ્યો સહિત આશરે 200થી વધુ લોકો તેમાં ભાગ લીધો હતો. ત્રણ દિવસમાં જુદા જુદા વિષયનાં 15 જેટલા સેશન રાખવામાં આવ્યા હતા. સૂત્રોનાં જણાંવ્યા મુજબ ત્રણ દિવસનાં પ્રશિક્ષણ વર્ગો પાછળ આશરે 8-10 લાખનો ખર્ચ થવાનો અંદાજ છે. હાલ રાજયમાં દરેક જિલ્લા અને શહેર એકમ દ્વારા પ્રશિક્ષણ વર્ગો ચાલી રહયા છે તેની પાછળ લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવી રહયો છે.

દરેક જિલ્લા અને શહેર એકમ દ્વારા પ્રશિક્ષણ વર્ગો ચાલી રહયા છે
દરેક જિલ્લા અને શહેર એકમ દ્વારા પ્રશિક્ષણ વર્ગો ચાલી રહયા છે
200 -250 લોકોની હાજરીમાં ત્રણ - ત્રણ દિવસનાં વર્ગો યોજાઈ રહયા છે
200 -250 લોકોની હાજરીમાં ત્રણ - ત્રણ દિવસનાં વર્ગો યોજાઈ રહયા છે

મોદીનું આબેહુબ કટઆઉટ સાથે કાર્યકર્તાઓ સાથે ફોટા પડાવ્યા
કાર્યકર્તાઓની કાર્યક્ષમતામાં વધારો થાય અને ભાવિ નેતૃત્વ વધુ સારી રીતે જવાબદારીઓનું વહન કરી શકે તે માટે તેમને સુસજજ અને તૈયાર તે વિચારને કેન્દ્રમાં રાખી જનસંઘના કાળથી કાર્યકર્તા પ્રશિક્ષણ તથા બુથ સશક્તિકરણને મહત્વ આપવામાં આવતુ હોય છે ત્યારે રાજકોટ મહાનગર પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ, હસાયરાનો કાર્યક્રમ યોજાયો હતો આ હસાયરા અને લોકગીત કાર્યક્રમને યોજી ગીતો ગાય .તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું આબેહુબ કટઆઉટ સાથે કાર્યકર્તાઓ સાથે ફોટા પડાવ્યા હતા.

લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવી રહયો છે
લાખો રુપિયાનો ખર્ચ કરવામાં આવી રહયો છે
અન્ય સમાચારો પણ છે...