રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરીયા અને NSUI પ્રમુખ રોહિતસિંહ રાજપૂતે કલેકટરને પત્ર લખી ગંભીર આક્ષેપો લગાડ્યા હતા. જ્યાં તેમણે લખ્યું હતું કે, 'કલેક્ટર તંત્ર અને પુરવઠા વિભાગની મીઠી નજર હેઠળ પેટ્રોલ પંપો પર જનતા લૂંટાઈ રહી છે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પેટ્રોલપમ્પો પર 50% પોઇન્ટ પાવર ફ્યુલના રખાતા ગ્રાહકોની દરરોજ લાંબી કતારો હોવાથી સમય વેડફવાના ભયથી ફરજીયાત પાવર ફ્યુલ ભરાવવું પડે છે. પુરવઠા વિભાગ જે રીતે બાયો ડીઝલમાં રેડ પાડવામાં સક્રિય હતી તો હવે કેમ નહિ ?'
ફિલરમેનની લાલિયાવાડી છતાં તંત્ર મુક પ્રેક્ષક
વધુમાં તેમણે લખ્યું હતું કે, કલેક્ટર અને પુરવઠા વિભાગનો એક અધિકારી રાજકોટ શહેર -જિલ્લાના એક પણ પમ્પ પર સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હોય અને કાર્યવાહી કરી હોય એવું બતાવે ..? ધારાધોરણ મુજબ ફિલરમેનની લાયકાત- પમ્પ પર રાખવામાં આવતી સુવિધાઓ- સેફ્ટી સહીત અનેક બાબતે લાલિયાવાડી છતાં તંત્ર મુક પ્રેક્ષક શા માટે ? અનેક પમ્પો પર ફ્યુલ મશીનમાં જ સેટિંગ કરી પ્રજા જોડે છેતરપિંડી કરવાની વ્યાપક ફરિયાદો મળે છતાં સાંભળનાર કોઈ નહિ ?
કોંગ્રેસ હલ્લાબોલ કરી જનતાનો અવાજ ઉપાડશે
વધુમાં તેમણે લખ્યું હતું કે,પ્રજા મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલ- ગેસના વધતા ભાવથી અતિ પીડાઈ રહી છે? CNG- ગેસના પંપો પર પ્રેશર ઓછું રાખી લોકોને છેતરવામાં આવી રહ્યા હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે કલેકટરતંત્રનું પુરવઠા વિભાગ ફિલ્ડ પર ઉતરી તાકીદે પંપો પર પ્રજાની પડતી સમસ્યાઓ અને ગેરકાયદેસર પ્રવૃર્તી બંધ નહિ કરાવે તો આગામી દિવસોમાં પુરવઠા વિભાગની કચેરી પર કોંગ્રેસ હલ્લાબોલ કરી જનતાનો અવાજ ઉપાડશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.