તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:પેન્શનરોને આવકના સર્ટિ ઘરના સરનામે મળી શકશે

રાજકોટ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા તિજોરી કચેરી ખાતે અરજી કરવી પડશે

રાજકોટ જિલ્લા તિજોરી કચેરી હેઠળ આવતી અધિકારીની પેન્શન ચુકવણા કચેરી દ્વારા પેન્શનરોને જે વાર્ષિક આવકના પ્રમાણપત્રો મળતા હોય છે, તે હવે ઓનલાઈન અને ઘરના સરનામે મળી શકશે. જે માટે પેન્શનરોએ તેમના પી.પી.ઓ નંબર, બેંક શાખા અને તેના ખાતા નંબરની વિગત, પોતાનો રહેઠાણનો પિનકોડ સહિત સરનામાની વિગતો દર્શાવતી અરજી પેન્શન ચૂકવણી કચેરી રાજકોટ ખાતે કરવાની રહેશે. જેથી પેન્શનરોને તેમના નિર્ધારિત કરેલા સરનામે તેમને આવકના પ્રમાણપત્રો મળી રહે.

આ માટે લોકોએ કચેરી ખાતે રૂબરૂ આવવાની જરૂર રહેશે નહીં. બીજી તરફ વાર્ષિક આવકના પ્રમાણપત્રો cybertreasury માં pension portal પરથી ઓનલાઈન મેળવી શકશે. આ માટે વપરાશકર્તાઓએ તેમનો યુઝર સંબંધી આઈ.ડી પેન્શનરોનો બેંક એકાઉન્ટ નંબર રહેશે, અને તેમનો પાસવર્ડ પી.પી.ઓ. નંબર રહેશે. સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે,

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો