હજુ પત્તો નથી:છાપરા પાસે કાર સાથે તણાયેલા પેલિકન કંપનીના ડ્રાઈવર શ્યામ ગોસ્વામી 72 કલાકથી લાપતા, NDRF દ્વારા શોધખોળ યથાવત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લાપતા ડ્રાઇવર શ્યામ ગોસ્વામીની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
લાપતા ડ્રાઇવર શ્યામ ગોસ્વામીની ફાઈલ તસ્વીર
  • મંગળવારે પેલિકન કંપનીના માલિક કિશનભાઈ શાહનો મૃતદેહ મળી આવ્યો હતો

રાજકોટ જિલ્લામાં ત્રણ દિવસ પૂર્વે મેઘતાંડવ સર્જાયો હતો. જેમાં લોધીકા તાલુકાના છાપરા ગામ નજીક પેલિકન ફેક્ટરીના માલિકની આઈ-20 કાર પાણીના વહેણમાં તણાઈ હોવાનાં ​​દૃશ્યો સામે આવ્યાં હતા.જેમાં પેલીકન કંપનીના માલિક કિશન શાહ સહીત 3 લોકો કારમાં સવાર હતા, જે પૈકી એક વ્યક્તિને કારમાંથી પ્રથમ દિવસે જ સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી, જ્યારે કારની અંદર રહેલી અન્ય બે વ્યક્તિની શોધખોળ માટે નેવી અને NDRF ની મદદ લેવામાં આવી દરમિયાન મંગળવારે 12 વાગ્યા આસપાસ પેલીકન કંપની ના મલિક કિશન શાહ નો મૃતદેહ મળી આવ્યો હતો જયારે 72 કલાક બાદ હજુ પણ એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે.

છાપરા ગામ નજીક પૂરમાં તણાયેલી કાર સાથે ઉદ્યોગપતિ કિશનભાઈ શાહનો પાર્થિવદેહ મળ્યો.
છાપરા ગામ નજીક પૂરમાં તણાયેલી કાર સાથે ઉદ્યોગપતિ કિશનભાઈ શાહનો પાર્થિવદેહ મળ્યો.

કાર 500 મીટર દૂર કાદવમાં ખુપાયેલી મળી
ત્રણ દિવસ પૂર્વે રાજકોટ જિલ્લાના લોધીકામાં મેઘ તાંડવ ના પગલે ચોતરફ પાણી પાણી હતું અને આ પાણીના ધસમસતા પ્રવાહ માં છાપરા ગામ નજીક એક આઈ-20 કાર તણાય હતી જેમાં કુલ 3 લોકો સવાર હતા. મંગળવારે સવારના 6 વાગ્યાથી પોરબંદર નેવીની ટીમને સર્ચ ઓપરેશન દરમિયાન પેલીકન ફેક્ટરીના માલિક કિશનભાઈ શાહનો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે તેમની કાર 500 મીટર દૂર કાદવમાં ખુપાયેલી મળી આવી હતી અને આજે 72 કલાક થવા છતાં તેમનો ડ્રાઇવર હજુ પણ લાપતા છે.

ત્રણ વ્યક્તિ સવારે i-20 કારમાં છાપરા ગામે આવેલી પોતાની ફેક્ટરીએ જવા નીકળ્યા હતા
ત્રણ વ્યક્તિ સવારે i-20 કારમાં છાપરા ગામે આવેલી પોતાની ફેક્ટરીએ જવા નીકળ્યા હતા

તંત્રને જાણ કરવા અપીલ કરી
પેલીકન કંપનીના મલિક કિશન શાહનો મૃતદેહ મળ્યા બાદ હજુ પણ ડ્રાઇવર શ્યામ ગોસ્વામી લાપતા હોવાથી નેવી અને NDRFની ટીમ સ્થાનિક તંત્રના અધિકારીઓ સાથે સંપર્કમાં રહી તેની શોધખોળ હાથ ધરી રહ્યા છે. આ સાથે તંત્ર દ્વારા આસપાસના ગામોમાં સરપંચ તેમજ આગેવાનો સાથે સંપર્ક કરી કોઈ માણસ પાણીમાં, ખાડામાં કે નદીમાં કિનારે જોવા મળે તો તંત્રને જાણ કરવા અપીલ કરી છે.

છાપરા ગામ પાસે તણાયેલી કારમાંથી એક ડ્રાઇવર હેમખેમ બચી ગયો હતો
છાપરા ગામ પાસે તણાયેલી કારમાંથી એક ડ્રાઇવર હેમખેમ બચી ગયો હતો

એક ડ્રાઇવર તો કારમાંથી નીકળીને બચી ગયો હતો
રાજકોટના નીલ સિટી બંગલોમાં રહેતાં પેલિકન ઇન્ડસ્ટ્રીઝવાળા વણિક ઉદ્યોગપતિ કિશનભાઇ જમનાદાસભાઇ શ્રીમાંકર શાહ (ઉં.વ.50) અને તેમના બે ડ્રાઇવર યુનિવર્સિટી રોડ પારીજાત સોસાયટીમાં રહેતાં સંજય ડાયાભાઇ બોરીચા (ઉં.વ.21) તથા રૈયા ગામના શ્યામ ગોસ્વામી-સાધુ (ઉં.વ.25) લોધિકાના છાપરાની નદીમાં પોતાની આઇ-20 કાર સાથે તણાઇ ગયા હતાં. જેમાં આગળ જતાં એક ડ્રાઇવર તો કારમાંથી નીકળીને બચી ગયો હતો.

NDRFની ટીમને ઉદ્યોગપતિનો મૃતદેહ મળ્યો.
NDRFની ટીમને ઉદ્યોગપતિનો મૃતદેહ મળ્યો.