તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તલાશ જારી:રાજકોટમાં 48 કલાકથી પેલીકન કંપનીનો ડ્રાઇવર લાપતા, પોરબંદર નેવીની ટીમનું સર્ચ ઓપરેશન શરુ

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
લાપતા ડ્રાઇવર શ્યામ ગોસ્વામીની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
લાપતા ડ્રાઇવર શ્યામ ગોસ્વામીની ફાઈલ તસ્વીર
  • બે દિવસ પૂર્વે મેઘતાંડવમાં છાપરા ગામ નજીક આઇ-20 કાર પાણીના વહેણમાં તણાઈ હતી
  • પેલિકન ફેક્ટરીના માલિકનો મૃતદેહ 24 કલાક પછી મળ્યો હતો

રાજકોટ જિલ્લામાં બે દિવસ પૂર્વે મેઘતાંડવ સર્જાયો હતો. જેમાં લોધીકા તાલુકાના છાપરા ગામ નજીક પેલિકન ફેક્ટરીના માલિકની આઇ-20 કાર પાણીના વહેણમાં તણાઈ હોવાનાં ​​દૃશ્યો સામે આવ્યાં હતા.જેમાં પેલીકન કંપનીના માલિક કિશન શાહ સહીત 3 લોકો કારમાં સવાર હતા, જે પૈકી એક વ્યક્તિને કારમાંથી પ્રથમ દિવસે જ સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી, જ્યારે કારની અંદર રહેલી અન્ય બે વ્યક્તિની શોધખોળ માટે નેવી અને NDRFની મદદ લેવામાં આવી દરમિયાન ગઈકાલે 12 વાગ્યા આસપાસ પેલીકન કંપનીના મલિક કિશન શાહનો મૃતદેહ મળી આવ્યો હતો જયારે 48 કલાક બાદ હજુ પણ એક વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે.

પોરબંદર નેવીની ટીમનું સર્ચ ઓપરેશન શરુ
પોરબંદર નેવીની ટીમનું સર્ચ ઓપરેશન શરુ

48 કલાક થવા આવ્યા છતાં તેમનો ડ્રાઇવર હજુ પણ લાપતા
બે દિવસ પૂર્વે રાજકોટ જિલ્લાના લોધીકામાં મેઘ તાંડવ ના પગલે ચોતરફ પાણી પાણી હતું અને આ પાણીના ધસમસતા પ્રવાહ માં છાપરા ગામ નજીક એક i20 કાર તણાય હતી જેમાં કુલ 3 લોકો સવાર હતા. ગઈકાલે સવારના 6 વાગ્યાથી પોરબંદર નેવીની ટીમને સર્ચ ઓપરેશન દરમિયાન પેલીકન ફેક્ટરીના માલિક કિશનભાઈ શાહનો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે તેમની કાર 500 મીટર દૂર કાદવમાં ખુપાયેલી મળી આવી હતી અને આજે 48 કલાક થવા આવ્યા છતાં તેમનો ડ્રાઇવર હજુ પણ લાપતા છે.

કિશન શાહની ફાઇલ તસવીર.
કિશન શાહની ફાઇલ તસવીર.

એક ડ્રાઇવર તો કારમાંથી નીકળીને બચી ગયો
રાજકોટના નીલ સિટી બંગલોમાં રહેતાં પેલિકન ઇન્ડસ્ટ્રીઝવાળા વણિક ઉદ્યોગપતિ કિશનભાઇ જમનાદાસભાઇ શ્રીમાંકર શાહ (ઉં.વ.50) અને તેમના બે ડ્રાઇવર યુનિવર્સિટી રોડ પારીજાત સોસાયટીમાં રહેતાં સંજય ડાયાભાઇ બોરીચા (ઉં.વ.21) તથા રૈયા ગામના શ્યામ ગોસ્વામી-સાધુ (ઉં.વ.25) લોધિકાના છાપરાની નદીમાં પોતાની આઇ-20 કાર સાથે તણાઇ ગયા હતાં. જેમાં આગળ જતાં એક ડ્રાઇવર તો કારમાંથી નીકળીને બચી ગયો હતો.

ત્રણ વ્યક્તિ સવારે i-20 કારમાં છાપરા ગામે આવેલી પોતાની ફેક્ટરીએ જવા નીકળ્યા હતા
ત્રણ વ્યક્તિ સવારે i-20 કારમાં છાપરા ગામે આવેલી પોતાની ફેક્ટરીએ જવા નીકળ્યા હતા

તંત્રને જાણ કરવા અપીલ
પેલીકન કંપનીના મલિક કિશન શાહનો મૃતદેહ મળ્યા બાદ હજુ પણ ડ્રાઇવર શ્યામ ગોસ્વામી લાપતા હોવાથી નેવી અને NDRFની ટીમ સ્થાનિક તંત્રના અધિકારીઓ સાથે સંપર્કમાં રહી તેની શોધખોળ હાથ ધરી રહ્યા છે. આ સાથે તંત્ર દ્વારા આસપાસના ગામોમાં સરપંચ તેમજ આગેવાનો સાથે સંપર્ક કરી કોઈ માણસ પાણીમાં, ખાડામાં કે નદીમાં કિનારે જોવા મળે તો તંત્રને જાણ કરવા અપીલ કરી છે.

કારને જેસીબી અને ક્રેનની મદદથી બહાર કઢાઇ
કારને જેસીબી અને ક્રેનની મદદથી બહાર કઢાઇ

NDRFની કામગીરીને કલેક્ટરે બિરદાવી
રાજકોટ જિલ્લામાં નદીઓમાં આવેલા ઘોડાપૂરમાં ફસાયેલા લોકોને બચાવ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ત્વરીત કામગીરી કરાઇ હતી. લોધિકા તાલુકાના છાપરા ગામે નદીના વહેણમાં તણાયેલી કાર અને તેમાં પ્રવાસ કરતા વ્યક્તિઓની ભાળ મેળવવામાં ત્વરીત રિસ્પોન્સ સાથે સતત કાર્યરત રહેલી પોરબંદર નેવીના ક્લિયરન્સ અને ડાઇવિંગ ટીમની કામગીરીને કલેક્ટર અરુણ મહેશ બાબુએ બિરદાવી હતી.