તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શંકાસ્પદ મોત:પિયરપક્ષ : જમાઇના મારથી ઇજા થઇ, પછી મોત થયું , પતિ : દારૂ પીવાની ટેવ હોય પત્ની પડી જતા ઇજા થઇ

રાજકોટ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • રાજકોટ નજીક આવેલા પારડી ગામમાં પરિણીતાનું શંકાસ્પદ મોત
 • આક્ષેપો બાદ પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડ્યો

શાપર-વેરાવળમાં પરિણીતાના શંકાસ્પદ મોતથી પોલીસે તપાસ હાથ ધરી છે. શાપરના પારડી ગામે રહેતી સોનલ અનિલભાઇ પરમાર નામની પરિણીતા રાતે સૂઇ ગયા બાદ શનિવારે સવારે નહીં ઉઠતા તેને બેભાન હાલતમાં સારવાર માટે કોટડાસાંગાણી હોસ્પિટલ લઇ જવાઇ હતી. અહીં સોનલને સારવાર મળે તે પહેલા જ ફરજ પરના તબીબે તેનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું.

દરમિયાન સોનલનાં મોતના સમાચાર મળતા મૃતકની માતા અને ભાઇ પારડી દોડી ગયા હતા. સોનલના મૃતદેહને જોતા તેને માથામાં તેમજ મોઢા પર ઇજાના નિશાન જોતા તુરંત શાપર પોલીસને જાણ કરી હતી. જેથી પીએસઆઇ કે.એ.ગોહિલ સહિતનો સ્ટાફ દોડી ગયા હતા. બનાવ સ્થળે હાજર મૃતકના માતા અને ભાઇએ બહેન અને બનેવી વચ્ચે માથાકૂટ થઇ હોય બનેવીએ માર મારવાથી બહેન સોનલનું મોત નીપજ્યાનો આક્ષેપ કરતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી દેવાયો હતો.

બીજી તરફ પોલીસે ડ્રાઇવિંગ કામ કરતા મૃતકના પતિ અનિલની પૂછપરછ કરતા તેને જણાવ્યું કે, તેમને સંતાનમાં એક પુત્ર, ત્રણ પુત્રી છે. ઉપલેટા રહેતી સાળીની દીકરીનો જન્મ દિવસ હોય પત્ની સોનલ ઉપલેટા ગઇ હતી. ગઇકાલે પરત આવતા તેને તેડવા ગયો હતો.

આ સમયે સોનલ નશો કરેલી હાલતમાં હતી. તેને સમજાવ્યા બાદ પગપાળા બંને ઘરે જતા હતા. ત્યારે સોનલ બે વખત લથડિયા ખાઇની રોડ પર પડી ગઇ હતી. જેને કારણે ઇજા થઇ છે. હોસ્પિટલના તબીબે આપેલા પ્રાથમિક રિપોર્ટમાં મૃતકને થયેલી ઇજા ગંભીર નહિ હોવાનું જણાવ્યું છે. તેમ છતા પોલીસે વિશેરા લઇ મૃતક સોનલનાં મોતનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો