તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિઝનેસ:મુહૂર્તના સોદામાં મગફળીમાં સવા બે લાખ ગુણીના વેપાર થયા

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કપાસમાં એક ગાંસડીનો ભાવ રૂ. 40,500 નો બોલાયો

સૌરાષ્ટ્રમાં મગફળી,કપાસ અને તેલમાં દિવાળીએ સોદા કરવાની પરંપરા યથાવત્ રહી હતી. દિવાળીને સાંજે 6.30 કલાકે મુહૂર્તના સોદા થવાની શરૂઆત થઈ હતી જે રાત્રીના 8.30 કલાક સુધી ચાલુ રહ્યા હતા.આ વખતે મગફળીમાં પાક બગડ્યો હોવા છતાં મુહૂર્તના સોદામાં સવા બે લાખ ગુણીના વેપાર થયા હતા.જેમાં જાડી મગફળીનો ભાવ રૂ.1120-1130 બોલાયો હતો. જ્યારે ઝીણી મગફળીનો ભાવ રૂ.1060-1070 બોલાયો હતો. જ્યારે કપાસમાં એક ગાંસડીનો ભાવ રૂ. 40,500 સુધીનો બોલાયો હતો. જ્યારે સાઉથની મિલમાં એક ગાંસડીનો ભાવ રૂ. 41,300 બોલાયા હતા.

સોમાના પ્રમુખ કિશોરભાઈ વિરડિયાના જણાવ્યાનુસાર મુહૂર્તના સોદામાં સિંગતેલ લૂઝમાં રૂ.1350ના ભાવ બોલાયો હતો.શુક્રવારે માત્ર મુહૂર્ત સાચવવામાં આવ્યું હતું. કપાસના વેપારી અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં ગાંસડીના ભાવ રૂ.40 હજારથી રૂ.40,500 ના ભાવ બોલાયા હતા. આંધ્રપ્રદેશ તેમજ તેલંગાણામાં કપાસના પાકમાં નુકસાની ગઈ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં કપાસમાં ગુલાબી ઈયળ આવી જતા ક્રોપ ઓછો અાવ્યો છે.આથી આખું વર્ષ બજારો ઘટવાના કોઈ એંધાણ મળતા નથી.

વેપારી ધારણા પ્રમાણે સિંગતેલ લૂઝના રૂ. 1350-1351 ભાવ જળવાયેલા રહ્યા હતા. જ્યારે કપાસિયા વોશમાં રૂ. 1000ના ભાવે સોદા થવાની ધારણા વચ્ચે તેના ભાવ રૂ. 900-925 બોલાયા હતા. જ્યારે એરંડામાં સુસ્ત માહોલ હતો. અને રૂ. 951ના ભાવે સોદા થયા હતા. જ્યારે દિવેલમાં મુહૂર્તના સોદાનો ભાવ રૂ. 965-970 બોલાયો હતો. ચણા બજારમાં પડ્યા ભાવે જ સોદા થયા હતા અને ખાંડ બજારમાં 500 ગુણીના કામકાજ થયા હતા.જેમાં ડી ગ્રેડની ખાંડનો ભાવ રૂ. 3500-3560 અને સી ગ્રેડની ખાંડનો ભાવ રૂ. 3650-3750 બોલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો