નુકસાન:યાર્ડમાં મગફળી પલળી જતા ભાવ રૂ. 200 ઘટ્યા

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

યાર્ડમાં પ્લેટફોર્મ પૂરતા નહીં હોવાથી બેડી યાર્ડમાં ખુલ્લામાં મગફળી ઉતારવી પડી રહી છે. જેને કારણે ખુલ્લા મેદાનમાં રહેલી ખેડૂતોની મગફળી પલળી જતા તેને નુકસાન થયું હતુ. ગુરુવારે હરાજી બંધ રહ્યા બાદ શુક્રવારે હરાજી શરૂ થઈ હતી. પરંતુ માવઠાથી મગફળીમાં ભેજ વધી જવાના ભયને કારણે વેપારીઓએ ખરીદવાનું ટાળ્યું હતું. જેને કારણે માત્ર 15 હજાર ગુણી જ મગફળીનો નિકાલ થયો હતો. સામાન્ય દિવસોમાં 20 હજાર ગુણી મગફળીનો નિકાલ થતો હોય છે. આ ઉપરાંત ખેડૂતોને મણદીઠ રૂ. 200ની નુકસાની સહન કરવી પડી હતી. જે મગફળીનો ભાવ રૂ. 900 હતા તેનો ભાવ રૂ. 800 એ પહોંચ્યો હતો.જ્યારે જે મગફળીનો ભાવ રૂ. 1100 હતો તેનો ભાવ રૂ. 940 થી 1060 સુધીનો જ બોલાયો હતો. વધુ વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન ગયું છે તેવામાં યાર્ડમાં મગફળી પલળી જતા ખેડૂતોને પડયા પર પાટુ લાગ્યું છે. જ્યારે ટેકાના ભાવમાં રવિવાર સુધી મગફળીની ખરીદી બંધ રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...