વધારો:સિંગતેલ અને પામોલીન તેલના ભાવ વધ્યા

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

આ વખતે મુખ્યતેલ કરતા સાઈડ તેલના ભાવમાં વધુ તેજી જોવા મળે છે. કપાસિયા તેલમાં છેલ્લા 15 દિવસથી તેજીનું વલણ રહ્યું છે. સોમવારે એક જ દિવસમાં રૂ.40 અને એક સપ્તાહમાં રૂ.50નો ભાવવધારો જોવા મળ્યો હતો. સતત રહેલી તેજીને કારણે ભાવ રૂ.1900ની સપાટી કુદાવીને સ્થિર થયા બાદ બીજે દિવસે સિંગતેલ અને પામોલીન તેલના ભાવમાં ઉછાળો આવ્યો હતો. બન્ને તેલમાં ડબ્બે રૂ.10નો ભાવવધારો થયો છે. જેને કારણે સિંગતેલનો ડબ્બો રૂ. 2400 એ પહોંચવામાં માત્ર રૂ. 50નું જ છેટું છે, જ્યારે પામોલીન તેલના ભાવ 1735 રૂ. થયા છે. મગફળી અને કપાસિયા તેલનું મબલખ ઉત્પાદન રહ્યું હતું. જેથી મધ્યમ વર્ગીય પરિવારને બજેટમાં સિંગતેલ અને કપાસિયા તેલ મળી રહેવાની આશા સેવાઈ રહી હતી, પરંતુ આ આશા ઠગારી નિવડી છે. ઉત્પાદન વધારે હોવા છતાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...