ભાવ વધારો:સિંગતેલ અને કપાસિયા તેલમાં ફરી રૂ.15 વધ્યા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 7 દિવસમાં રૂ.40 થી 60 સુધીનો ઉછાળો

કાચા માલની અછત, પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવોને કારણે ખાદ્યતેલના ભાવમાં સતત ઉછાળો નોંધાઇ રહ્યો છે. સોમવારથી શનિવાર સુધી એક સપ્તાહમાં મુખ્યતેલમાં રૂ.40 થી 60 સુધીના ભાવ વધ્યા છે. જ્યારે શનિવારે એક દિવસમાં સિંગતેલમાં રૂ.15 અને કપાસિયા તેલમાં રૂ.15નો ભાવવધારો થયો છે. ભાવવધારા બાદ સિંગતેલનો ડબ્બો રૂ. 2500ની સપાટી તરફ પહોંચી રહ્યો છે. શનિવારે સિંગતેલનો ડબ્બો રૂ. 2445, કપાસિયા તેલનો ડબ્બો રૂ.2380 પહોંચ્યો હતો.

સામાન્ય રીતે સપ્તાહના અંતમાં ખાદ્યતેલમાં સામાન્ય વધઘટ હોય છે. તેના બદલે આ શનિવારે તેજી જોવા મળી હતી.માલની ઓછી સપ્લાય અને વધતી જતી ડિમાન્ડની વચ્ચે સિંગતેલ લૂઝનો ભાવ રૂ.1425 થયો હતો. જેમાં 20-30 ટેન્કરના કામકાજ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...