વાવેતરનો અંદાજ:ગુજરાતમાં મગફળીનું 19.11 લાખ હેક્ટરમાં વાવેતર અને 34.80 લાખ ટન ઉત્પાદનનો અંદાજ, સિંગતેલનો ડબ્બો રૂ.2400ની આસપાસ રહેશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનની રવિવારે વાર્ષિક સાધારણ સભા મળી હતી. આ સભામાં ગુજરાતમાં મગફળીના ઉત્પાદન અને તેના વાવેતરનો અંદાજ કાઢવામાં આવ્યો હતો. સોમાના અંદાજ મુજબ ગુજરાતમાં 19.11 લાખ હેક્ટરમાં વાવેતર અને ઉત્પાદન 34.80 લાખ હેક્ટરમાં થવાની શક્યતા છે. ગત વર્ષે વાવેતર 20.60 લાખ હેક્ટરમાં થયું હતું અને સરકારે 53 લાખ ટન ઉત્પાદનનો અંદાજ કાઢ્યો હતો.

કુલ ત્રણ તબક્કામાં સરવે કર્યા બાદ અંદાજિત 30 થી 35 લાખ ટનમાં ઉત્પાદન થયું હતું. તેમ સોમાના પ્રમુખે જણાવ્યું હતું. વધુમાં તેના જણાવ્યાનુસાર ગત વર્ષ કરતા 4 લાખ ટન વધુ ઉત્પાદનનો અંદાજ હાલમાં નીકળ્યો છે. જોકે આ વખતે સિંગતેલનો ડબ્બો 2400ની આસપાસ રહેશે. ગત સિઝનમાં સિંગતેલનો ડબ્બો રૂ.2200નો હતો અને માર્ચ પછી સિંગતેલનો ડબ્બો રૂ.2800નો થયો હતો. આ બેઠકમાં સોમાના પ્રમુખ મનુભાઈ પટેલિયાએ ઉત્પાદનનો અંદાજ કાઢ્યો હતો.

વધુમાં સોમાએ જે સરવે કરાવ્યો છે તેમાં એવું તારણ નીકળ્યું છે કે, જ્યાં ભારે વરસાદ પડ્યો છે ત્યાં પાક જ ફેલ ગયો છે તો આગોતરા વાવેતરની મગફળી ઉપાડ્યા બાદ વરસાદ આવતા તે પલળી જતા તેમાં પણ નુકસાની ગઇ છે, તો ક્યાંક મગફળી કાળી પડી ગઈ છે. આ વખતે ઉતારો ઓછો આવે તેવો અંદાજ છે. જે અંદાજ નીકળ્યો છે તે ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે તેમા વધુ નુકસાન નીકળે તેવું અનુમાન વ્યક્ત કરાયું છે. ટેકાના ભાવે જો રૂ.1100 ની મગફળીની ખરીદી થાય તો સિંગતેલનો ડબ્બો રૂ. 2450ની આસપાસ રહેવાનો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...