શરૂઆત:સોમવારથી મગફળીની હરાજી શરૂ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બેડી યાર્ડમાં ભેજવાળી મગફળી આવતી હોવાથી હરાજીમાં તેના પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતોને નુકસાન જઈ રહ્યું હતું. જેને કારણે વેપારીઓએ મગફળીની આવક બંધ કરાવી હતી. કુલ પાંચ દિવસ સુધી યાર્ડમાં મગફળીની આવક કે હરાજી બંધ હતી. વાતાવરણ ચોખ્ખું થતા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને રવિવારથી મગફળીની આવક શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. રવિવાર રાત્રીના 8 થી સોમવારે સવારના 8 સુધી મગફળીની આવક ચાલુ રાખવામાં આવશે અને ત્યારબાદ હરાજી શરૂ કરવામાં આવશે.દલાલ મંડળ એસો.ના પ્રમુખ અજયભાઈ ખૂંટના જણાવ્યાનુસાર સોમવારથી હરાજી શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...