તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બમ્પર આવક:રાજકોટ બેડી યાર્ડમાં મગફળીની હરાજી શરૂ, ખેડૂત આંદોલનને રાજકોટ યાર્ડ બંધ રાખવા બાબતે મતમતાંતર, સત્તાધીશો કહે છે ખુલ્લું રહેશે, વેપારીઓ કહે છે બંધ રહેશે

રાજકોટ4 મહિનો પહેલા
રાજકોટ બેડી માર્કેટ યાર્ડ - Divya Bhaskar
રાજકોટ બેડી માર્કેટ યાર્ડ
  • લાભપાંચમ કરતા અત્યારે મગફળીની વધુ આવક થઈ
  • લાખો રૂપિયાનું નુકસાન: એક તરફ બમ્પર આવક અને બીજી તરફ કાલે યાર્ડ બંધ રહેતા લાખો રુપિયાનું નુક્સાન થશે
  • મગફળીના 900થી 1050 સુધીના ભાવ બોલાયા

રાજકોટ બેડી યાર્ડમાં મગફળીની બમ્પર આવક થઈ છે. બેડી યાર્ડમાં અત્યારે મગફળીની 1.50 લાખ ગુણીની આવક થઈ છે. ગઈકાલથી જ બેડી માર્કેટ યાર્ડ બહાર 2 કિલોમીટર લાંબી લાઈન લાગી હતી. આજે માર્કેટ યાર્ડમાં મગફળીના 900થી 1050 સુધી ભાવ બોલાયા હતાં. ખેડૂત આંદોલનને રાજકોટ યાર્ડ બાબતે મતમતાંતર ઉભો થયો છે. કારણ કે યાર્ડના સત્તાધીશો કહે છે યાર્ડ ખુલ્લું રહેશે તો વેપારીઓ કહે છે કે યાર્ડ બંધ રહેશે. જેથી ખેડૂતો મુંઝવણમાં મૂકાયા છે. બીજી તરફ કોંગ્રેસ બંધના એલાનનું પાલન કરવાની અપીલ સાથે ગુંદાવાડી પહોંચ્યા હતા અને વેપારીઓને અપીલ કરી હતી.

રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેને કહ્યું યાર્ડ ચાલુ રહેશે, વેપારીઓએ કહ્યું બંધ રહેશે
રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ નિવેદન આપતા કહ્યું કે આવતીકાલે રાજકોટ જિલ્લાના તમામ માર્કેટ યાર્ડ ચાલુ રહેશે. તમામ યાર્ડના સત્તાધીશોએ બંધને લઈને સમર્થન જાહેર કર્યું નથી. આ સાથે જ કહ્યું કે કમિશન એજન્ટટો અને વેપારીઓ ભલે બંધને સમર્થન આપે પણ યાર્ડ તો કાલે ચાલુ જ રહેશે. જેને લઈને ખેડૂતો મુંઝવણમાં મૂકાયા છે.

કિસાન આંદોલનને ગુજરાત NCPનું સમર્થન
આવતીકાલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે કિસાન સંઘના આંદોલનને ગુજરાત NCPએ સમર્થન આપ્યું છે. ગુજરાતમાં NCPના નેતાઓ અને કાર્યકરો બંધમાં જોડાશે અને જે લોકો બંધ ન પાડે તેમને બંધ પાડવા અપીલ કરવામાં આવશે. બીજી તરફ આ બંધને સમર્થન આપવા કોંગ્રેસે લોકોને અપીલ કરી છે.

અમરેલી APMC કાલે બંધમાં જોડાશે
અમરેલી APMC અને અમરેલી જિલ્લા ડાયમંડ એસોસિએશને ભારત બંધના એલાનને સમર્થન આપ્યું છે. જેથી કાલે APMC માર્કેટ બંધ રહેશે. જ્યારે જિલ્લાના અન્ય માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેશે. જ્યારે અમરેલીમાં કાલે કારખાનાઓ અને હીરા બજાર બંધ રહેશે.

આજથી મગફળીની હરાજી શરૂ કરવામાં આવી
રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં આજથી મગફળીની હરાજી શરૂ થઈ ગઈ છે. લાભ પાંચમ બાદ બીજી વખત મગફળીની મબલક આવક થઈ છે. જેથી આજે મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વહેંચવા માટે ઉમટી પડ્યાં છે. યાર્ડ બહાર 2 કિલોમીટર જેટલી લાંબી લાઈનો જોવા મળી હતી. ટેકાના ભાવ કરતા ખુલ્લા માર્કેટમાં સારા ભાવ મળતા હોવાથી મગફળીની બમ્પર આવક થઈ છે.

આ પણ વાંચો- સૌરાષ્ટ્રમાંથી 1 લાખ ટન સીંગદાણાની નિકાસ,ગત વર્ષ કરતા 4 લાખ ટન ઓછી

20 કિલો મગફળીના ભાવ 900થી 1050 સુધી
રાજકોટ માર્કેટ યાર્ડમાં 20 કિલો મગફળીનો ભાવ 900થી 1050 સુધી બોલાય રહ્યાં છે. ટેકાના ભાવે જે ખરીદી થાય છે તેના કરતા સારા ભાવ માર્કેટ યાર્ડમાં મળી રહ્યાં છે. ટેકાના ભાવે મગફળી વેચવામાં આવે તો એક કે બે મહિને ખેડૂતોને પૈસા મળે છે. જ્યારે માર્કેટ યાર્ડમાં વેપારીઓ તુરંત જ ખેડૂતોને પૈસા આપી દે છે. આથી ખેડૂતો માર્કેટ યાર્ડમાં મગફળી વેચવાનું વધારે પસંદ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો