તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જન્મદિનની અનોખી ઉજવણી:રાજકોટમાં પાલતું શ્વાનના જન્મદિવસે કમોતે મરી ગયેલા અબોલ પ્રાણીઓના સદગતિ માટે શાંતિ હવન કરવામાં આવ્યો

રાજકોટ7 દિવસ પહેલા
  • અબોલ જીવના સાતમાં જન્મદિવસની પ્રેરણામય ઉજવણી

રાજકોટ મહાનગરપાલિકામાં સ્નાનાગાર શાખામાં મહિલા સ્વિમિંગ કોચ તરીકે ફરજ બજાવતા જીવદયાપ્રેમી અવનીબેન સાવલિયા દ્વારા તેમના પાલતું શ્વાનના સાતમાં જન્મદિવસ નિમિતે કમોતે મરી ગયેલા અબોલ પ્રાણીઓની સદગતિ માટે શાંતિ હવન કરવામાં આવ્યો હતો.

શ્રીમદ ભગવદ્ ગીતાનું પણ વિતરણ કરવામાં આવ્યું
રાજકોટના તંતીપાર્કમાં રહેતા અવનીબેન પ્રાણીઓ પ્રત્યે અનેરો પ્રેમ ધરાવે છે, તેથી પોતાના પાલતું શ્વાનના જન્મદિવસ નિમિતે શાંતિ હવનની સાથે ઉનાળાની કાળઝાળ ગરમીમાં સૌ કોઈ પોતાના ઘરની અગાસી પર પાણીના કુંડા મુકતા થાય તે માટે વિનામૂલ્યે પક્ષીઓના પીવાના પાણીના કુંડાનું વિતરણ અને પક્ષીઓના માળાનું વિતરણ તેમજ શ્રીમદ ભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સમાજને નવો રાહ ચીંધ્યો
આજે પાલતુ શ્વાનના સાતમાં જન્મદિવસ નિમિતે પાલતું પ્રાણીઓના કલ્યાણ માટે શાંતિ હવન કર્યો છે. આમ નાની વયે ઉમદા વિચારો ધરાવતી દીકરી અવનીએ અબોલ જીવના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો